
હવે અમેરિકામાં મોકલાતી દરેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી લાગશે. જો કે, 100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ અને લેટર/ડોક્યુમેન્ટ પહેલાની માફક સ્વીકારવામાં આવશે.
નવી દિલ્હી: પોસ્ટ વિભાગે અમેરિકા માટે પોસ્ટ સેવાઓને હંગામી ધોરણે રોકવાનો નિર્ણય લીધો છે. આ પગલું અમેરિકા સરકારે હાલના એક્ઝીક્યુટિવ ઓર્ડર નંબર-14324ના કારણે ઉઠાવ્યું છે. ઓર્ડર અંતર્ગત 29 ઓગસ્ટ, 2025થી 800 ડોલર સુધીની વસ્તુઓ પર મળતી ડ્યૂટી ફ્રી છૂટ ખતમ કરી દીધી છે. હવે અમેરિકામાં મોકલાતી દરેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી લાગશે. જો કે, 100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ અને લેટર/ડોક્યુમેન્ટ પહેલાની માફક સ્વીકારવામાં આવશે.અમેરિકાના કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શને અમુક ગાઈડલાઈન જાહેર કરી છે. પણ ડ્યૂટી વસૂલી અને બીજી ટેક્નિકલ પ્રોસેસને લઈને સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી. આ જ કારણથી એરલાઈન્સે 25 ઓગસ્ટ 2025થી અમેરિકા માટે પાર્સલ અને બીજા સામાન મોકલવાની ના પાડી દીધી છે.ગ્રાહક જો પહેલાથી અમેરિકા માટે સામાન બુક કરી ચૂક્યા છે, તો તે પોસ્ટેજ રિફંડ લઈ શકે છે. પોસ્ટ વિભાગે કહ્યું કે, સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને સેવાઓ ટૂંક સમયમાં ફરી શરુ કરવાની પૂરતી કોશિશ કરવામાં આવશે


