સરગમ કૌશલે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. આ તાજ 21 વર્ષ પછી ભારતને પ્રાપ્ત થયો છે. આ સ્પર્ધામાં વિશ્વના 63 દેશની મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાંથી સરગમ કૌશલ વિજેતા બની છે. જમ્મુ-કાશ્મીરની રહેવાસી સરગમ પ્રોફેશનથી શિક્ષક છે. તેમણે નેવી ઓફિસર સાથે 2018માં લગ્ન કર્યા હતા. સરગમે તેની સફળતાનું શ્રેય તેના પિતા અને પતિને આપ્યું છે.મિસિસ ઈન્ડિયા પેજન્ટના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની જાહેરાત કરવામાં આવી છે. અહીં ક્રાઉનિંગ મૂવમેન્ટના એક ક્ષણની ઝલક શેર કરતાં લખ્યું છે કે હવે ઈંતજાર ખતમ થયો. આ તાજ 21 વર્ષ પછી આપણી પાસે પાછો આવ્યો છે. જણાવી દઈએ કે સરગમ પહેલાં ડો. અદિતિ ગોવિત્રીકરે 2001માં આ ખિતાબ જીત્યો હતો. અવોર્ડ માટેની જ્યૂરી પેનલમાં અભિનેત્રી સોહા અલી ખાન, વિવેક ઓબરોય અને મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે.32 વર્ષીય સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે, તેમણે ઇંગ્લિશ લિટ્રેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સરગમ વિશાખાપટ્ટનમમાં એક શિક્ષક તરીકે કામ કરી ચૂકી છે. સરગમે 2018માં લગ્ન કર્યા, તેના પતિ ઈન્ડિયન નેવીમાં છે.
2001માં ભારતે જીત્યો હતો આ ખિતાબ
ડો.અદિતિ ગોવિત્રીકરે 21 વર્ષ પહેલાં એટલે 2001માં મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. અદિતિ આ ક્રાઉન જીતનાર પ્રથમ ભારતીય મહિલા હતી. અદિતિ એક એક્ટ્રેસ પણ છે, તેણે ભેજા ફ્રાઈ, દે દના દન, સ્માઈલ પ્લીઝ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.