બિલ્કીસ બાનોની પુર્નવિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

0
10

બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પુનવિચાર અરજી નકારી કાઢી છે. આ અરજીમાં બિલ્કીસ બાનોએ મે મહિનામાં આપવામાં આવેલ સુપ્રીમ કોર્ટના એ આદેશને પડકારી હતી, જેમાં ગુજરાત સરકારને 1992 ના જે નિયમો અંતર્ગત 11 દોષીઓને મુક્ત કરવાની પરમિશન આપવામાં આવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીએ મંગળવારે બિલ્કીસ બાનો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કર્યા હતા. 

મંગળવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના પીડિત બિલ્કીસ બાનોની અરજી પર સુનાવણી કરવા માટે નવી બેન્ચનું ગઠન કરવાનો ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બિલ્કીસ બાનો સાથે ગેંગરેપ અને પરિવારના લોકોની હત્યા કરવામાં 10 આરોપીઓને માફી નિયમ અંતર્ગત વર્ષ 15 ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓને પહેલા આજીવન કારાવાસની સજા સંભળાવાઈ હતી. ગુજરાત સરકારની માફીનામા નીતિ વિરુદ્ધ બિલ્કીસ બાનોએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેથી આરોપીઓને ફરીથી જેલમાં મોકલવામાં આવે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારી કાઢી છે. 

કૃપા કરીને એક વાતનો વારંવાર ઉલ્લેખ ન કરો
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીએ દાખલ અરજીની સુનાવણીમાં પોતાને અલગ કર્યા હતા. બિલ્કીસ બાનો તરફથી રજૂઆત કરનાર વકીલ શોભા ગુપ્તાએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની પીઠને અરજ કરી હતી કે, આ મામલે સુનાવણી માટે એક અન્ય પીઠની રચના કરવામાં આવે તે જરૂરી છે. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે, રિટ અરજીને સૂચીબદ્ધ કરવામા આવશે. કૃપા કરીને એક વાતનો વારંવાર ઉલ્લેખ ન કરો.

2002ની છે ઘટના
2002ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલકિસ પોતાના પરિવારના 16 સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી 3 માર્ચ 2002ના ત્યાં 20થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. 5 મહિનાની ગર્ભવતી બિલકિસ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલકિસની 3 વર્ષની પુત્રી સહિત 7 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. 

2002માં મળી હતી આજીવન કેદની સજા
આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 2017માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી.