
ન્ફીબીમ એવન્યુઝ લિમિટેડના (“કંપની”) બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે તેની બેઠકમાં કંપનીના નામ અને બ્રાન્ડિંગમાં ફેરફાર માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સંબંધિત કાયદાકીય સત્તાધીશો તરફથી જરૂરી મંજૂરીઓ અને નિર્દેશો તેમજ તમામ જરૂરી કોર્પોરેટ અને અન્ય મંજૂરીઓની પ્રાપ્તિને આધિન, કંપની તેના કોર્પોરેટ નામ અને બ્રાન્ડના ભાગ રૂપે ‘ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડ’નો ઉપયોગ બંધ કરવાનો અને કંપનીના નામને ‘એવન્યુઝએઆઈ લિમિટેડ’ તરીકે રીબ્રાન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશાલ મહેતાએ જણાવ્યું હતું કે,”ડિજિટલ અર્થતંત્રનો વિકાસ થયો છે, ત્યારે અમે પણ તેની સાથે આગળ વધ્યા છીએ. અમારી કંપની ઉંડાણપૂર્વકના પરિવર્તનમાંથી પસાર થઈ છે. પેમેન્ટ્સ અને ઈ-કોમર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તરીકે શરૂ થયેલી કંપની હવે એક સંપૂર્ણ, AI આધારિત ડિજિટલ પેમેન્ટ ટેકનોલોજી કંપની બનવા તરફ આગળ વધી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અમારી મૂલ્ય શ્રૃંખલાના લગભગ દરેક સ્તરને બળ પૂરું પાડશે, જેમાં ઓથોરાઇઝેશન અને રૂટીંગથી લઈને ફ્રોડ ડિટેક્શન, ક્રેડિટ સ્કોરિંગ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ટેકનોલોજી અને સ્કેલેબલ પ્લેટફોર્મ આર્કિટેક્ચરનો સમાવેશ થાય છે.”
ઇન્ફીબીમ એવન્યુઝ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશ્વાસ પટેલે જણાવ્યું હતું કે, “આ પરિવર્તન વધારાનું નથી, પણ કંપનીના પાયાને લગતું છે. AI હવે સક્ષમકર્તા નથી, પણ આપણે કોણ છીએ અને આપણે શું બનાવી રહ્યા છીએ તેનું કેન્દ્રબિંદુ છે. એવન્યુઝએઆઈ નામ આ પરિવર્તનને સ્પષ્ટતા અને હેતુ સાથે રજૂ કરે છે, જે અમારા ઉત્પાદનો, પ્લેટફોર્મ અને કામગીરીમાં AIને ઊંડાણપૂર્વક સમાવિષ્ટ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”


