ગ્લોબલ અર્થતંત્રમાં મોટા ઉછાળા સાથે મોંઘવારી વધી

0
16
અમેરિકા, બ્રિટન અને બીજા કેટલાક દેશોમાં વિકાસ દર અનુમાનથી બમણો થયો
અમેરિકા, બ્રિટન અને બીજા કેટલાક દેશોમાં વિકાસ દર અનુમાનથી બમણો થયો

વોશિંગ્ટન: થોડા સમય પહેલા અર્થશાસ્ત્રી માનતા હતા કે, કોવિડ-19 મહામારીથી ધનિક દેશોમાં લાંબી આર્થિક મંદી આવશે. જોકે, સ્થિતિ ઊલટી છે. ફેબ્રુઆરીમાં અમેરિકન સંસદની બજેટ ઓફિસે 2021માં અમેરિકામાં 3.7% વિકાસ દરની ભવિષ્યવાણી કરી હતી.1 જુલાઈથી તેને વધારીને 7.4% કરી દેવાયો છે. મે મહિના પછી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પોતાના અંદાજમાં સુધારો કરીને બીજા ત્રિમાસિક ગાળામાં બ્રિટનના જીડીપીમાં દોઢ ટકાનો વધારો જણાવ્યો છે. આર્થિક વિકાસમાં વધારાની સાથે જ મોંઘવારી પણ વધી છે. ફેબ્રુઆરીમાં અમેરિકામાં કન્ઝ્યુમર ભાવોમાં માત્ર 1.9% વધારાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. જોકે, મોંઘવારી 8.3% થઈ ગઈ છે. જે 1980 પછી સૌથી વધુ છે.બીજા ધનિક દેશોમાં મોંઘવારીનો દર મધ્યમ છે, જે અનુમાનથી વધુ છે. યુરોપિયન યુનિયનમાં મે પછી મોંઘવારી 1.9% વધી ગઈ છે. જે માત્ર ધનિક દેશોની સ્થિતિ નથી. વિકસતા દેશોમાં મોંઘવારી એપ્રિલમાં 3.9%થી વધી મે મહિનામાં 4.5% થઈ ગઈ છે. મોંઘવારી વધવાના અનેક કારણ છે. પ્રથમ – કાર, ફર્નીચર, ઘરેલુ સાજ-સજ્જાના સામાનની માગમાં વધારો થયો છે. ગ્રાહકો એ બાબતો પાછળ વધુ ખર્ચ કરી રહ્યા છે, જેના કારણે લૉકડાઉનમાં ઘર વધુ સુવિધાજનક બની શકે.બીજું – કેટલીક વસ્તુઓના ગ્લોબલ સપ્લાયમાં મુશ્કેલી પેદા થઈ છે. ઉદાહરણ તરીકે, માઈક્રોચિપ્સની અછતને લીધે કારોની સપ્લાય ઘટી છે. પેટ્રોલના ભાવોમાં વધારાથી આ સમસ્યા પેદા થઈ છે.ત્રીજું- સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં કામદારોની અછત સર્જાઈ છે. મહામારી પછી લોકો રેસ્ટોરન્ટ, બાર, હેરસલૂન અને બીજા સ્થળોમાં પાછા ફરી રહ્યા છે, પરંતુ અમેરિકા સહિત અનેક ધનિક દેશોમાં કામદારો એટલી ઝડપે પાછા ફર્યા નથી. યુરોપમાં ફર્નીચર જેવી ઉપયોગી વસ્તુઓની કિંમતમાં 1.5% જેટલો વધારો થયો છે. જે દેશોમાં વેક્સિનેશન ઓછું હશે ત્યાં આર્થિક વિકાસની ગતિ ધનિક દેશોની સરખામણીએ ધીમી હશે.સતત મોંઘવારી વધવી નુકસાનકારક છે. 1970 અને 1980માં જીવન સંતુષ્ટિ સરવેમાં જોવા મળ્યું કે, મોંઘવારીમાં એક ટકાના વધારાથી સરેરાશ ખુશીમાં ઘટાડો થયો છે અને બેરોજગારીમાં 0.6 ટકાનો વધારો થયો છે. ઓછું વેતન મેળવનારા લોકોને સૌથી વધુ નુકસાન થાય છે. અર્થતંત્રની ઝડપ ધીમી પડે છે.