કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ધક્કામુક્કી બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. આ ઘટના પછી, કાર્યક્રમમાં ઉગ્રતાપૂર્વક એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી. હાલની માહિતી મુજબ આ ઘટના બાદ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.સ્થાનિક મીડિયા અનુસાર, ટિકૈત પર શાહી ફેંક્યા બાદ તેમના સમર્થકોએ તે વ્યક્તિને ઝડપી લીધો હતો. આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ખુરશીઓ વડે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.કહેવામાં આવી રહ્યું છે કે આ શાહી સ્થાનિક ખેડૂત નેતા કે ચંદ્રશેખરના સમર્થકોએ ફેંકી હતી. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે જ્યારે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોએ ટિકૈતને પૂછ્યું કે ખેડૂત નેતા ચંદ્રશેખર વિશે તમારું શું કહેવું છે? આ મુદ્દે જવાબ આપતા ટિકૈતે કહ્યું કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ સાંભળીને ચંદ્રશેખરના સમર્થકો ગુસ્સે થઈ ગયા અને ટિકૈત પર શાહી ફેંકી હતી.રાકેશ ટિકૈતે કહ્યું કે અહીં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી ન હતી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે.