
આજથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ છે. શહેરમાં એક લાખથી પણ વધુની શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન થઈ રહ્યું છે. ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. જ્યાં વર્ષ 1972થી અવિરતપણે કાઢવામાં આવતી દાળિયા શેરીના વિઘ્નહર્તાની પણ આજે ભવ્ય અને શાહી શોભાયાત્રા રામપુરા પોલીસ લાઇનથી નીકળી હતી.વિઘ્નહર્તાના હાથ, પગ અને કાન સહિત કમરબંધ સ્વર્ણ સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. જે વિઘ્નહર્તાની શોભાયાત્રા ભાવિક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથે મહિલાઓએ સમાન ડ્રેસકોડમાં સજ્જ થઈ વિઘ્નહર્તાના ગાડલાને ખેંચી વર્ષો જૂની પરંપરાને આજે પણ અંકબંધ રાખી હતી.વિઘ્નહર્તાને અઢી કિલો સોનાના સ્વર્ણ આભૂષણથી શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે દોઢ લાખથી પણ વધુના અમેરિકન ડાયમંડથી સજ્જ પ્રતિમાની ભવ્ય શાહી સવારીમાં લોકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર રીતે જોડાયા હતા.ડી.જે. અને ઢોલ નગારા સાથે નીકળેલી ભવ્ય અને શાહી શોભાયાત્રામાં વીંટેજ કાર પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યાં સૌ ભાવિક ભક્તોએ વિઘ્નહર્તાની આ શોભાયાત્રાના વધામણા કર્યા હતા. જ્યાં સૌ કોઈ ઢોલ નગારા અને ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મહત્વનું છે કે આ વખતે નાની-મોટી મળી અંદાજિત એક લાખથી વધુની શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થવાનું છે.


