કેન્દ્ર સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ આધારિત બજેટ તેમજ ઝડપથી રિકવર થી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણો વધી રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રિયાલ્ટી સેક્ટરમાં 1.1 અબજ ડોલર (રૂ. 8375 કરોડ)નું સંસ્થાકીય રોકાણ થયુ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કોલિઅર્સના રિપોર્ટ મુજબ, રિયલ એસ્ટેટમાં ગતવર્ષે સમાનગાળામાં સંસ્થાકીય રોકાણો 0.5 અબજ ડોલર અને ડિસેમ્બર ત્રિમાસિકમાં 1 અબજ ડોલર નોંધાયા હતાં.કોવિડ-19ની ત્રીજી લહેર બાદ આર્થિક ગતિવિધિઓ પુરજોશમાં વધી રહી છે. જેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં પણ સુધારો જોવા મળ્યો છે. ઓફિસ સેક્ટરમાં અમુક મોટી રકમની ડીલ્સ પણ નોંધાઈ હતી. રિયલ એસ્ટેટમાં નોંધાયેલા કુલ રોકાણમાં 70 ટકા રોકાણ વિદેશી રોકાણકારોએ કર્યુ હતું.2020માં ઘટાડા બાદ સ્થાનિક રોકાણ વધી પ્રિ-કોવિડ સ્તર 30 ટકા પર પહોંચ્યુ છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કુલ સંસ્થાકીય રોકાણના 95 ટકા રોકાણ ઓફિસ, રિટેલ, ઈન્સ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં જોવા મળ્યુ છે. રિટેલ સેક્ટરમાં સૌથી વધુ 23 ટકા રોકાણ નોંધાયુ છે. ઈન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ એસેટ્સમાં કુલ રોકાણના 16 ટકા 0.2 અબજ ડોલર રહ્યાં છે.રશિયા-યુક્રેન યુધ્ધના કારણે સ્ટીલ, સીમેન્ટ, ઇંટ તથા અન્ય કાચા માલની કિંમતોમાં ભાવ ઝડપી વધ્યાં છે જેની સીધી અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર જોવા મળી છે. રિયલ એસ્ટેટ સેક્ટરની કિંમતોમાં પણ વધારો થયો છે. કાચા માલના સતત વધી રહેલા ભાવ વધારાના કારણે અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા વેચાણ કિંમતમાં