વેચાણમાં વધારો: 2026માં ઇલેક્ટ્રિક કાર અને પેટ્રોલ કારની કિંમતનો તફાવત ઘટી 11% થશે

0
2
ચાર વર્ષ પછી વેચાતી દરેક 20મી કાર અને સાતમું ટુ-વ્હીલર EV હશે
ચાર વર્ષ પછી વેચાતી દરેક 20મી કાર અને સાતમું ટુ-વ્હીલર EV હશે

પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોને કારણે લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે. આના કારણે 2026માં દેશમાં 20માંથી એક કાર અને દર સાતમા ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે. પરંતુ જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં થાય ત્યાં સુધી આ સેક્ટરનો ગ્રોથ વેગવાન બને તેમ નથી.જોકે, પેટ્રોલ-ડિઝલની કિંમત જે ગતીએ વધી રહી છે તેને ધ્યાનમાં લેતા આ સેગમેન્ટમાં ઝડપી રિવોલ્યુએશન આવશે તે નક્કી છે. હાલમાં 143 પેટ્રોલ-ડીઝલ કારના ઇવી કાર વેચાણમાં નાના શહેરોનો હિસ્સો 75 ટકા વર્ષ 2020-21માં ઇલેક્ટ્રિક કારના વેચાણમાં ટોપ-10 શહેરોને બાદ કરતા નાના શહેરોનો હિસ્સો 40-45 ટકા હતો, જે 2021-22માં વધીને 70-75 ટકા થયો છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના વેચાણમાં નાના શહેરોનો હિસ્સો 2020-21માં 55-60 થી વધીને 2021-22માં 75-80 ટકા થયો છે.વેચાણ સામે માત્ર એક ઇલેક્ટ્રીક કાર અને 53 ટુ-વ્હીલર સામે એક ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરનું વેચાણ થઇ રહ્યું છે. રેટિંગ એજન્સી ક્રિસિલે દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ઈકોસિસ્ટમ પર બહાર પાડેલા તેના સંશોધન રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કર્યું છે. 2026 સુધીમાં EV ઇકોસિસ્ટમ રૂ. 3 લાખ કરોડના બિઝનેસની તકોનું સર્જન કરશે. સ્થાનિક ઉત્પાદકો માટે 1.5 લાખ કરોડ,ફાઇનાન્સર્સ માટે 90,000 કરોડ, વીમા કંપનીઓ માટે 11,000 કરોડ અને શેર મોબિલિટી કંપનીઓ માટે 40,000 કરોડની બિઝનેસ તકો ઊભી થઈ શકે છે.વર્ષ 2020-21માં ઇલેક્ટ્રિક કારના વેચાણમાં ટોપ-10 શહેરોને બાદ કરતા નાના શહેરોનો હિસ્સો 40-45 ટકા હતો, જે 2021-22માં વધીને 70-75 ટકા થયો છે. આ જ સમયગાળામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના વેચાણમાં નાના શહેરોનો હિસ્સો 2020-21માં 55-60 થી વધીને 2021-22માં 75-80 ટકા થયો છે.