Friday, October 16, 2026
HomeBusinessવ્યાજ દરમાં વધારો: ન્યૂઝીલેન્ડે 22 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદર વધાર્યા

વ્યાજ દરમાં વધારો: ન્યૂઝીલેન્ડે 22 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદર વધાર્યા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

સમગ્ર વિશ્વમાં મોંઘવારી સતત વધી રહી છે. અમેરિકા અને યુરોપ પછી એશિયામાં ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવ વધ્યા છે. જે આગળ પણ વધવાની ભીતિ છે. ચીન, ભારત, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, થાઈલેન્ડ અને દક્ષિણ કોરિયામાં મોંઘવારી અપેક્ષા કરતા વધી છે. અંદાજ છે કે, વિશ્વની કેટલીક સેન્ટ્રલ બેન્કો ફુગાવો ઘટાડવા માટે વ્યાજ દરમાં વધારો કરશે.ન્યુઝીલેન્ડની બેન્કે 22 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે. અન્ય દેશો પણ ટૂંકસમયમાં વ્યાજદરો વધારી શકે છે. આર્થિક નિષ્ણાતોના મતે મોંઘવારી વધવાનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી હતી. ઉર્જા અને ઇંધણના ભાવમાં વધારો થયો છે. વિશ્વના સૌથી વધુ વપરાશ કરતા પ્રદેશોમાં અનાજનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે. ખાતર અને પરિવહનના ઊંચા ખર્ચે પણ વિશ્વભરમાં અનાજના ભાવમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.અમેરિકાની ફેડ રિઝર્વ બેન્કે ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદરોમાં 0.25 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જો કે, ભારતમાં મોંઘવારી 17 માસની ટોચે પહોંચી હોવા છતાં આરબીઆઈએ હાલમાં યોજાયેલી મોનેટરી પોલિસીમાં વ્યાજદરો જાળવી રાખ્યા હતા. બીજા ત્રિમાસિકથી વ્યાજદરોમાં વધારો થવાની વકી નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો કેર
અમેરિકા| કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વાર્ષિક ધોરણે 8.5% વધ્યો, જે ડિસેમ્બર 1981 પછી સૌથી વધુ છે.
યુકે| ફુગાવો છેલ્લા 30 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. માર્ચમાં ફુગાવો અંદાજ કરતાં 7% વધુ નોંધાયો હતો.
ચીન| માર્ચમાં ચીજ-વસ્તુઓના ભાવ વાર્ષિક ધોરણે 8.3% વધ્યા છે. જે 8.1%ના અનુમાન કરતા વધારે છે.
જાપાન| કન્ઝ્યુમર પ્રાઇસ બેન્ક ઓફ જાપાન બેન્ચમાર્કથી ઉપર રહેતાં ટોક્યો કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં 0.8% વધ્યો.
ભારત| માર્ચમાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કની લિમિટ વટાવીને 6.95%ની 17 મહિનાની ટોચે પહોંચ્યો હતો.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here