રાજસ્થાન રોયલ્સે પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું
દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલ પર પોતાનું ખાતુ ખોલવી શકી નથી
PL 2023માં આજે ડબલ હેડર મેચ રમાશે. પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આજે દિલ્હી કેપિટલ્સ મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર પોતાનું ખાતુ ખોલવા અને હારની હેટ્રિકથી બચવાના ઉદ્દેશ્યથી મેદાન પર ઉતરશે.
ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સની ટીમ અગાઉ તેના બે મેચ ગુમાવી ચુકી છે. જો કે રાજસ્થાન રોયલ્સની ટીમ બે મેચમાંથી એક જીતી છે જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2023માં રાજસ્થાન રોયલ્સે પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં તેને પંજાબ કિંગ્સ સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમને પ્રથમ મેચમાં લખનઉ સામેની મેચમાં 50 રનથી જ્યારે બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે 6 વિકેટે પરાજય આપ્યો હતો.
રાજસ્થાનની ટીમમાં બેટિંગ અને બોલિંગનું સંતુલન સારું છે. બીજી તરફ દિલ્હીની ટીમ પાસે પણ જબરદસ્ત ખેલાડીઓ છે પણ હાલ આ ખેલાડીઓ મેદાન પર તેમનો જાદુ વિખેરવામાં અસફળ રહ્યા છે. વોર્નરથી લઈને પૃથ્વી શો, રિલે રોસુ અને રોવમેન પોવેલ જેવા અનુભવી ખેલાડીઓનું બેટ શાંત છે. બોલિંગમાં આ ટીમ ફાસ્ટ અને સ્પિન વિભાગમાં સારું સંતુલન ધરાવે છે પરંતુ ખરાબ ફિલ્ડિંગને કારણે બોલિંગ પર તેની અસર દેખાઈ રહી છે.