RR vs PBKS Live: રસાકસી બાદ રાજસ્થાન રોયલ્સ સામે પંજાબનો 5 રને વિજય

0
2

આજે IPL-2023ની 8મી મેચમાં પોત-પોતાની પ્રથમ મેચ જીતનારા રાજસ્થાન અને પંજાબ વચ્ચે ટક્કર

રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સે, બંનેએ તેમની પ્રથમ મેચો જીતી લીધી હતી

આજે IPL-2023માં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની મેચમાં પંજાબનો 5 રને વિજય થયો છે. પંજાબ કિંગ્સના નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટે 197 રનના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. આ સાથે IPL-2023માં પંજાબે બીજો વિજય નોંધાવ્યો છે. તો રાજસ્થાન રોયલ્સે આ સિઝનની તેની બે મેચમાં એક હારનો સામનો કરવો પડ્યો છે.

છેલ્લી 4 ઓવરમાં જોવા મળી રસાકસી

ગુવાહાટીના બારાસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલા ટોસ જીતીને પંજાબ કિંગ્સને બેટીંગ કરવાનું આમંત્રણ આપવું ભારે પડ્યું છે. પંજાબ કિંગ્સે 4 વિકેટે 197 રન કર્યા હતા. પંજાબે રાજસ્થાન રોયલ્સને જીતવા 198 રનનો ટાર્ગેટ આપ્યો છે. જોકે રાજસ્થાન ટાર્ગેટ પાર કરી શકી ન હતી. છેલ્લી 4 ઓવર દરમિયાન રાજસ્થાનના ખેલાડી સિમરોન હેટમાયર તેમજ ધ્રુવ જ્યુરેલે ધમાકેદાર બેટીંગ કરતા એક સમયે પંજાબની ટીમ ચિંતામાં આવી ગઈ હતી. બંને ટીમોએ IPLની આ સિઝનની શરૂઆત જીત સાથે કરી છે. અગાઉ પંજાબ કિંગ્સે પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને અને રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 42 રન, ત્યારબાદ સિમરોન હેટમેયરે 36, ધ્રુલ જ્યુરેલે 32 રન કર્યા હતા, તો પંજાબ તરફથી નાશન ઈલ્યસે ધારદાર બોલીંગ કરી રાજસ્થાનની 4 વિકેટ ખેરવી હતી. જ્યારે અર્શદીપ સિંઘે 2 વિકેટ લીધી હતી.

પ્રભસિમરન સિંહ અને શિખર ધવનની ધમાકેદાર બેટીંગ

પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહ અને શિખર ધવન ફિફ્ટી ફટકારી છે. પ્રભસિમરન સિંહે 34 બોલમાં 3 સિક્સ અને 7 ફોરની મદદથી ધમાકેદાર 60 રન ફટકાર્યા છે. તો કેપ્ટન શિખર ધવને અણનમ 56 બોલમાં 3 સિક્સ અને 9 ફોરની મદદથી 86 રન ફટકાર્યા છે.

પંજાબની ટીમે 4 વિકેટે ફટકાર્યા 197 રન

પંજાબ કિંગ્સની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 197 રન ફટકાર્યા છે. પંજાબ તરફથી પ્રભસિમરને 60 રન, શિખર ધવને અણનમ 86 રન, ભાનુકા રાજપક્ષે ઈજાગ્રસ્ત થતા તે 1 રને રિટાયર્ડ હર્ટ, જિતેશ શર્માએ 16 બોલમાં 1 સિક્સ અને 2 ફોર સાથે 27 રન, સિકંદર રાજા 1 રન, એમ.શાહરુખ ખાન 11 રન, જ્યારે સેમ કુરને અણનમ 1 રન કર્યા છે.