
17 મેથી ફરી IPL શરૂ થશે. લીગ સ્ટેજની બાકીની 13 મેચો 6 સ્થળોએ રમાશે. પ્લેઓફ સ્ટેજ 29 મેથી રમાશે, અને ફાઇનલ 3 જૂને રમાશે. BCCIએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી.પાકિસ્તાન સાથેના તણાવને કારણે, 9 મેના રોજ IPL સ્થગિત કરવી પડી. બીસીસીઆઈએ ટુર્નામેન્ટ મુલતવી રાખતા કહ્યું હતું કે દેશ હાલમાં યુદ્ધની સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યોગ્ય નથી.RCB અને KKR વચ્ચેની પહેલી મેચ 17 મેના રોજ બેંગલુરુમાં રમાશે. બાકીની મેચો જયપુર, દિલ્હી, લખનઉ, મુંબઈ અને અમદાવાદમાં રમાશે. લીગ સ્ટેજ 27 મેના રોજ સમાપ્ત થશે. રવિવાર, 18 અને 25 મે ના રોજ 2 ડબલ હેડર રમાશે. એટલે કે 11 દિવસમાં 13 લીગ સ્ટેજ મેચ થશે.8 મેના રોજ ધર્મશાળામાં યોજાનારી પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ પાકિસ્તાનના હુમલાઓને કારણે રોકવી પડી હતી. આ મેચ હવે 24 મેના રોજ જયપુરમાં રમાશે. પ્લેઓફ મેચોનું સ્થળ હજુ નક્કી થયું નથી. અગાઉ, હૈદરાબાદ અને કોલકાતામાં 2-2 પ્લેઓફ મેચ રમવાની હતી.
