નવી દિલ્હી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ગુરુવારે રાજ્યસભા માં ભારત-ચીન વિવાદ ને લઈને નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશેરક્ષા મંત્રીએ એલાન કર્યું કે ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને લાગુ કરવામાં આવશે, જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે. રાજ્યસભામાં નિવેદન આપતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે LACમાં કોઈ ફેરફાર ન થાય અને બંને દેશોની સેનાઓ પોતપોતાના સ્થળે પહોંચી જાય. આપણે એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દઈએ. રક્ષા મંત્રીએ કહ્યું કે પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાને લઈ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને સેનાઓ પાછળ હટશે. ચીન પેન્ગોગ ફિંગર 8 બાદ જ પોતાની સેનાઓ તૈનાત કરશે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ચીન દ્વારા ગયા વર્ષે ભારે સંખ્યામાં દારુગોળો અને હથિયારો એકત્ર કરવામાં આવ્યા હતા. અમારી સેનાએ ચીનની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. સપ્ટેમ્બરથી બંને પક્ષે એક બીજાની સાથે મંત્રણા કરી. LAC પર યથાસ્થિતિ કરવી અમારું લક્ષ્ય છે. તેઓએ વધુમાં કહ્યું કે, ચીને 1962ના સમયથી જ ભારતના ઘણા હિસ્સા પર કબજો કરી લીધો છે. ભારતે ચીનને બોર્ડરની સ્થિતિના કારણે બંને દેશોના સંબંધો પર અસર પડવાની વાત કહી છે.