ટોક્યિો ઓલિમ્પિક્સમાં બુધવારનો દિવસ ભારત માટે ઔતિહાસિક બની શકે છે. બોક્સર લવલિના બોરગોહેન મહિલાઓની 69 કેજી વેટ કેટેગરીની સેમી-ફાઈનલમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન તુ્ર્કીની બુસેનાજ સુરમેલી સામે રમશે. લવલિના જો આ બાઉટ જીતી જાય છે તો તે ઓલિમ્પિકની બોક્સિંગની ફાઈનલમાં પહોંચનાર ભારતની પ્રથમ બોકસર બની જશે. ઓલિમ્પિકમાં ભારતીય બોક્સરોના અત્યારસુધીના બેસ્ટ પર્ફોર્મન્સની તે પહેલાં જ બરાબરી કરી ચૂકી છે. સેમી-ફાઈનલ બાઉટ દિવસના 11 વાગ્યાથી શરૂ થશે.લવલિના અને બુસેનાજની વચ્ચે અત્યારસુધી કોઈ બાઉટ થઈ નથી. બુધવારે તેમની વચ્ચે પ્રથમ ટક્કર થશે. બુસેનાજે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની અન્ના લાઈસેંકોને 5-0થી હરાવી હતી. લવલિનાએ ક્વાર્ટર ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેની ચિન ચેનને હરાવી હતી. ચેન પણ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. ખાસવાત એ છે કે લવલિના ઓલિમ્પિક પહેલાં ચેનની સામે ચાર વખત હારી હતી.સેમી-ફાઈનલ બાઉટમાં લવલિનાની પાસે હાઈટ એડવાન્ટેજ છે. લવલિનાની લંબાઈ 5 ફૂટ, 9.7 ઈંચ છે, જ્યારે તુર્કીના બોક્સરની લંબાઈ 5 ફૂટ, 6.9 ઈંચ છે. લંબાઈમાં 2.8 ઈંચનો વધારો બોક્સિંગમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.તુર્કીની બુસેનાજ ખૂબ જ આક્રમક છે. તેની સામે લવલિનાએ પોતાના ડિફેન્સ પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખાસ વાત એ છે કે ડિફેન્સ લવલિનાની તાકાત છે. પહેલી કિક બોક્સિંગ કરવાના કારણે તેની ફિટ મૂવમેન્ટ ખૂબ જ જોરદાર છે. એને કારણે તે બુસેનાજના હુમલાથી બચવાની સાથે-સાથે તક મળવા પર સારો કાઉન્ટર અટેક પણ કરી શકે છે.બંને બોક્સરની વચ્ચે આ બાઉટમાં પ્રથમ રાઉન્ડ ખૂબ જ મહત્ત્વનો હોઈ શકે છે. આ ઓલિમ્પિકમાં લાઈન જજ સામાન્ય રીતે પ્રથમ રાઉન્ડમાં બનાવવામાં આવેલા મત પર જ કાયમ રહે છે. મેરીકોમે તેની ક્વાર્ટર ફાઈનલમાં બીજો અને ત્રીજો રાઉન્ડ જીત્યો હતો, જોકે પ્રથમ રાઉન્ડમાં મોટા અંતરથી પાછળ પડવાની ભરપાઈ તે કરી શકી ન હતી.
લવલિનાની ટક્કર વર્લ્ડ ચેમ્પિયન સાથે: ઓલિમ્પિક બોક્સિંગની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની શકે છે લવલિના
Date: