ટોક્યો ઓલિમ્પિકના બજરંગ પુનિયા પહોંચ્યો કુશ્તીના સેમિફાઇનલમાં

0
24
ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ કિર્ગિસ્તાનના ખેલાડીને હરાવ્યો
ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ કિર્ગિસ્તાનના ખેલાડીને હરાવ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલના દાવેદાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી છે. તેણે 65 કિલો વજન કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઈરાનના મોર્ટેઝા ધિયાસીને પછાડીને જીત મેળવી છે.સેમી-ફાઈનલમાં તેનો મુકાબલો અઝરબૈજાનના હાજી અલીયેવ સામે થશે. આ મેચ આજે જ રમાશે. અલીયેવ 57 કિગ્રામાં રિયો 2016માં બ્રોન્ઝ મેડલ વિજેતા અને 61 કિલોગ્રામમાં ત્રણ વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે.ક્વાર્ટર ફાઇનલમાં બજરંગ 1-0થી પાછળ હતો. આ પછી, બજરંગને છેલ્લી ઘડીએ 2 પોઇન્ટ મેળવ્યા હતા. પછી તે ઈરાની કુસ્તીબાજને પછાડીને મેચમાંથી બહાર કરી દીધો હતો. તેને વિકટ્રી બાય ફોલ રૂલ દ્વારા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.બજરંગે વિજય સાથે ઓલિમ્પિકની શરૂઆત કરી હતી. તેણે આજે કિર્ગિસ્તાનના એર્નાઝર અકમાતાલીવ પર ટેકનિકલ આધાર પર પ્રિ-ક્વાર્ટર ફાઇનલ જીતી હતી. એક સમયે બજરંગને કિર્ગિસ્તાનના કુસ્તીબાજ ઉપર 3-1ની લીડ મેળવી લીધી હતી.બીજા તબક્કામા, બજરંગે અકમાતાલીવનો પગ પકડીને પછાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજો પણ હાથમાં ન આવવાથી ચૂકી ગયો. છેલ્લી થોડી સેકન્ડમાં અકમાતાલીવે વાપસી કરી અને બે વાર પુનિયાને રિંગની બહાર 2 પોઇન્ટ મેળવ્યા હતા.આ પછી સ્કોર 3-3ની બરાબરી પર હતો. મેચના અંતે, કોણે એક સાથે સૌથી વધુ પોઇન્ટ મેળવ્યા, ત મુદ્દે મેચનું પરિણામ નક્કી થયું. બજરંગે એક સાથે 2 પોઇન્ટ મેળવ્યા હતા. તેના આધારે તેને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.