Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadપાંચ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

પાંચ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

જેના કારણે આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદની તીવ્રતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેલ માર્ક્ડ લો પ્રેશર નબળું થઈને લો પ્રેશર એરિયા સર્જાયુ છે. આ સાથે દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં એક અપર એર સર્ક્યુલેશન છે આ સાથે ગઈકાલનું ટ્રફ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો ઉપર અપર એર સર્ક્યુલેશન યથાવત છે. આ ઉપરાંત સરેરાશ સમુદ્ર સપાટી પર મોન્સૂન ટ્રફ હવે જેસલમેર, કોટા, નર્મદાપુરમ, સિઓની, દુર્ગ, ઉત્તર છત્તીસગઢ અને નજીકના પૂર્વ મધ્યપ્રદેશ, ચાંદબાલી અને તેથી પૂર્વ દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યુ છે.હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, આજે ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગીરસોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ સહિત ગાજવીજ અને ભારે વરસાદની આગાહી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here