Saturday, January 11, 2025
Homenational#MeTooના નવા 9 મામલાઃ આલોકનાથ પર વધુ બે મહિલાએ લગાવ્યાં આરોપ

#MeTooના નવા 9 મામલાઃ આલોકનાથ પર વધુ બે મહિલાએ લગાવ્યાં આરોપ

Date:

spot_img

Related stories

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...
spot_img

મી ટૂ કેમ્પેન અંતર્ગત બુધવારે યૌન શોષણ અને પરેશાનીના વધુ 9 મામલાઓ સામે આવ્યાં છે. અભિનેતા આલોક નાથ વિરૂદ્ધ એક દિવસ પહેલાં તારા સીરિયલની રાઈટર-પ્રોડ્યુસરે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. હવે અભિનેત્રી સંધ્યા મૃદુલ અને ફિલ્મ હમ આપકે હૈ કૌનની એક ક્રુ મેમ્બરે પણ તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ગાયિકા સોના મહાપાત્રએ ગાયક કૈલાશ ખેર, અભિનેત્રી અમાયરા દસ્તૂરે એક સહાયક અભિનેતા, એક મહિલાએ રજત કપૂર, BHUની એક પૂર્વ વિદ્યાર્થિનીએ ફિલ્મ રાઈટર વરૂણ ગ્રોવર, એક મહિલાએ ગાયક અભિજીત અને ગાયિકા ચિન્મઇ શ્રીપદાએ તમિલ ગીતકાર વૈરામુથુ પર પણ શોષણ આરોપ લગાવ્યાં છે.

1) આલોક નાથ કહેતાં હતા- તું મારા માટે બની છોઃ સંધ્યા મૃદુલ

– અભિનેત્રી સંધ્યા મૃદુલએ ચાર પેજની નોટ ટ્વિટર પર શેર કરી છે. તેને લખ્યું છે કે, “અમે ઝી ટીવી માટે કોડાઈકેનાલમાં એક ટેલીફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતા. એક રાત્રે ડિનર પર આલોક નાથે વધારે પડતો દારૂ પીધો અને કહેવ લાગ્યા કે હું તેના માટે જ બની છું. હું તે વાતથી અસહજ થઈ ગઈ. ત્યાંથી હોટલના રૂમમાં ચાલી ગઈ. થોડાં દિવસ પછી આલોક નાથે દરવાજો ખટખટાવવા લાગ્યાં. મેં જેવો જ દરવાજો ખોલ્યો, તેઓ ધક્કો મારીને મારા પર પડવા લાગ્યાં અને બૂમો પાડવા લાગ્યાં કે હું તને પ્રેમ કરું છું, તું મારી છો.”

‘તેઓ મને જકડી લેવા માગતા હતા’

– સંધ્યાએ આગળ લખ્યું- “હું મારા રૂમમાંથી રિસેપ્શન તરફ ભાગી. ત્યાં એક સહાયકને બોલાવીને લાવી પરંતુ આલોક નાથ મારા રૂમમાંથી જવા તૈયાર જ ન હતા. તેઓ મને જકડી લેવા ઈચ્છતા હતા. જેમ તેમ કરીને તેઓ બહાર ગયા. પછી એક મહિલા હેર ડ્રેસરને મારા રૂમમાં મોકલી કેમકે હું ઘણી ડરી ગઈ હતી. જે બાદ રીમા લાગુજીએ એક માની જેમ મારી મદદ કરી. થોડાંક દિવસ પછી આલોક નાથ મારી પાસે આવ્યાં અને મારી માફી માંગવા લાગ્યા. તેઓએ કબૂલ્યું કે તેઓ શરાબી છે અને આ કારણે જ તેનો પરિવાર પણ તૂટી ગયો છે.”

Sandhya Mridul

@sandymridul
In truth & solidarity.
I’m with you @vintananda #metoo

11:44 AM – Oct 10, 2018
2,612
1,534 people are talking about this
Twitter Ads info and privacy
‘હમ સાથ સાથ હૈ’ની ક્રુ મેમ્બરે કહ્યું- મને જોઈને કપડાં ઉતારવા લાગ્યાં હતા આલોક નાથ

– મીડિયા રિપોટ્સ મુજબ 1999માં રજૂ થયેલી ફિલ્મ હમ સાથ સાથ હૈની ક્રૂ મેમ્બરે પણ આલોક નાથ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ક્રૂ મેમ્બરે પોતાની ઓળખ જાહેર નથી કરી, પરંતુ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, “મુંબઈમાં ફિલ્મનું અંતિમ શેડ્યૂલ હતું. રાત્રે એક સીન શૂટ થવાનો હતો. આલોક નાથને સીન માટે કપડાં બદલવાના હતા. હું તેમને કોસ્ચ્યૂમ લઈને તેમના રૂમમાં ગઈ. મને જોઈને તેઓ કપડાં ઉતારવા લાગ્યાં. જ્યારે મેં ભાગવાનો પ્રયાસ કર્યો તો તેઓએ મારો હાથ પકડી લીધો અને જબરદસ્તી કરવા લાગ્યાં. મેં જેમ તેમ કરીને મારો હાથ છોડાવ્યો અને ત્યાંથી ભાગી.” ક્રૂ મેમ્બરે જણાવ્યું કે આ ઘટના અંગે ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસર સૂરજ બડજાત્યાને પણ જણાવવા માગતી હતી, પરંતુ ડરના કારણે તે ન જણાવી શકી.

કૈલાશ ખેર વિરૂદ્ધ હવે સોના મહાપાત્રએ પણ આરોપ લગાવ્યાં

– ગત દિવસોમાં એક મહિલા પત્રકારે કૈલાશ ખેર પર ગેરવતર્ણૂકનો આરોપ લગાવ્યો હતો. હવે ગાયિક સોના મહાપાત્ર પણ કૈલાશ વિરૂદ્ધ સામે આવી છે. તેને ટ્વીટમાં એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું, “હું એક મ્યૂઝિક કન્સર્ટમાં ચર્ચા માટે કૈલાશ ખેરને એક કાફેમાં મળી. ત્યાં કૈલાશે મારી જાંઘ પર હાથ ફેરવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું ઘણી જ સુંદર છે. જે બાદ અમે ઢાકા પહોંચ્યા. ત્યાં પણ કૈલાશે મને કહ્યું કે સાઉન્ડ ચેક કરવાને બદલે હું કેમ તેના રૂમમાં નથી ચાલી જતી?”

SONA

@sonamohapatra
(1) I met Kailash for coffee in Prithvi Café to discuss a forthcoming concert where both our bands were playing & after the usual, a hand on my thigh with lines likes, your so beautiful, feel so good that a ‘musician got you’ (Ram) not an actor. I left not soon after. (1)

Simran Soni
@chicksim
(1) Here I write my #MeToo story- and I name Kailash Kher. Guess what his profile bio says- Adiyal bairagi hu, ziddi anuragi hu. How poetic right? I will show you what it means- “I am a stubborn recluse, a stubborn lover” I wish I knew what this meant much earlier!

View image on Twitter
11:19 PM – Oct 9, 2018
179
198 people are talking about this
Twitter Ads info and privacy
રાઈટરનો આરોપ- ગાયક અભિજીતે મારો કાન કરડવાનો પ્રયાસ કર્યો

– એક રાઈટરે ગાયક અભિજીત વિરૂદ્ધ છેડતીનો આરોપ લગાવ્યો છે. રાઈટરે ટ્વિટર પર લખ્યું કે- વાત 1998ની છે. કોલકાતાના એક નાઈટ કલબમાં હું મારી બહેનપણી સાથે હતી. અભિજીત મારી બહેનપણીનો મિત્ર હતો. અભિજીત પહેલીજ મુલાકાતમાં મારી સાથે ડાન્સ કરવા માંગતો હતો. પણ મેં પીઠ ફેરવી લીધી અને એકલા જ ડાન્સ કરવા લાગી. જે બાદ અમે બીજી હોટલમાં જતા રહ્યાં. અભિજીત ત્યાં પણ મારો પીછો કરતા આવી ગયા. તેને મારું કાંડુ મરડ્યું અને કાનની પાસે આવીને બૂમ પાડી કે તું તારી જાતને શું સમજે છે. હું તને પાઠ ભણાવીશ. તેને લગભગ મને કિસ કરી દીધી હતી અને કાનને કરડવાનો પ્રયાસ કર્યો. હોટલના લોકો મને ઓળખતા હતા. તેઓએ મારો સપોર્ટ કર્યો અને ત્યાં અભિજીતની એન્ટ્રી બેન કરી દીધી. લોકલ મીડિયામાં મારી સાથે થયેલી ઘટનાના સમાચાર પણ છપાયાં હતા.

મારામાં એટલું સાહસ નથી કે હું કોઈનું નામ લઉં- અમાયરા દસ્તૂર

– સાઉથ અને બોલીવુડ ફિલ્મોની અભિનેત્રી અમાયરા દસ્તૂરે એક અભિનેતાનું નામ લીધા વિના કહ્યું કે- શૂટિંગ સમયે તે અભિનેતા મારી ઘણો નજીક આવી ગયો અને મારા કાનમાં કહ્યું કે તું આ ફિલ્મમાં છે તેથી હું ઘણો જ ખુશ છું. જ્યારે મેં તેને મારાથી દૂર કર્યો અને તેનો કોલ ઉઠાવવાનું બંધ કરી દીધું તો તેને મારો અનુભવ ઘણો જ કડવો બનાવી દીધો. મને સેટ પર જલદી બોલાવવામાં આવતા હતા, 18 કલાક શૂટિંગ કરાવવામાં આવતું. અને મને તેની માફી માંગવા માટે મજબૂર બનાવી દીધી. મેં શોષણનો સામનો બંને ઈન્ડસ્ટ્રીમાં કર્યો. મારી અંદર એટલી હિંમત નથી કે હું તેનું નામ લઈ શકું અને તેને બદનામ કરૂ. તે ઘણાં તાકાતવર લોકો છે. પરંતુ જ્યારે હું સુરક્ષિત અનુભવીશ તો નિશ્ચિત જ તેને બેનકાબ કરીશ.

વરૂણ ગ્રોવર પર BHUની પૂર્વ વિદ્યાર્થિનીએ લગાવ્યો આરોપ

– ફિલ્મ મસાનના લેખક વરૂણ ગ્રોવર પર બનારસ હિંદુ યુનિવર્સિટીની એક પૂર્વ વિદ્યાર્થિનીએ ઉત્પીડનનો આરોપ લગાવ્યો. મહિલાએ 2001ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યારે વરૂણ પણ BHUમાં ભણતા હતા. મહિલાએ લખ્યું કે વરૂણે મને એન્યુઅલ ફેસ્ટની તૈયારી માટે એક મ્યૂઝિક ક્લબમાં બોલાવી અને એક પાત્ર અંગે જણાવ્યું. તેને તે પાત્રની જેમ ચાલીને દેખાડ્યું અને પછી મને આ રીતે કરવાનું કહ્યું. જે બાદ તેઓએ મને જકડી લીધી. તેઓ મારી પાછળ ઊભા હતા. મને તેના અંગનો અનુભવ થયો. મેં તરત જ તેને ધક્કો મારીને દૂર કર્યો અને કહ્યું કે હું આ પાત્ર નહીં કરી શકું.
– આરોપ અંગે વરૂણ ગ્રોવરે ટ્વીટ કરી ઈન્કાર કર્યો.

એક ગીતકારે હોટલ રૂમમાં બોલાવી, કૉઓપરેટ કરવાનું કહ્યું- ચિન્મયી

– તમિલ પ્લેબેક સિંગર ચિન્મયી શ્રીપદાએ ગીતકાર વૈરામુથુ પર આરોપ લગાવ્યો. તેને ટ્વીટ કર્યું કે, 2005-06ની વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં એક ઈવેન્ટ દરમિયાન વૈરામુથુએ હોટલ રૂમમાં આવીને મળવાનો અને સમય સાથે પસાર કરવાનું કહ્યું. જ્યારે મેં ઈન્કાર કર્યો તો તેઓએ મને અને મારી માને ઈવેન્ટ ઓર્ગેનાઈઝરની સાથે ભારત મોકલી દીધા અને કહ્યું કે તારું કોઈ જ કરિયર નહીં બની શકે.

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCI પર મુંબઈ પોલીસનું...

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની...

પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં ઉત્સવ: રામલલાનો પંચામૃત...

રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ...

HMPV નો વધુ એક કેસ, આસામમાં 10 મહિનાનું બાળક...

ભારતમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે...

નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં : અમરેલી બંધના એલાનને...

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી...

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14...

રેલવે વિભાગે મૂક્યા ATVM, હવે ટિકિટ માટે લાંબી લાઇનોમાં...

દેશ-દુનિયા હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here