ફિલ્મની સ્ટોરી બહુ નોર્મલ છે. વાર્તા ફિલ્મના નામ પ્રમાણે જ મોન્ટુ અને બિટ્ટુની આસપાસ ફરે છે. ફિલ્મના નામ પરથી જ ખ્યાલ આવે કે મોન્ટુને બિટ્ટુ ખૂબ ગમે છે. પોળમાં સાથે રહેતા મોન્ટુ અને બિટ્ટુ બેસ્ટ ફ્રેન્ડ છે, જોડે રમીને મોટા થયા છે. અને મોન્ટુને બિટ્ટુ ગમવા લાગે છે. જો કે આ મોટા ભાગના છોકરાઓની જેમ (હળવાશમાં) મોન્ટુ ફક્ત બિટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ છે. મોન્ટુની પોતાના પ્રત્યેની ફીલિંગ બિટ્ટુને ખબર છે, તો મોન્ટુને ય બિટ્ટુ પાસેથી કોઈ અપેક્ષા નથી.
મોન્ટુ માટે બિટ્ટુ જ દુનિયા છે. પણ બિટ્ટુના જીવનમાં એન્ટ્રી થાય છે અભિનવની અને અહીંથી સમીકરણો બદલાય છે. અહીંથી મોન્ટુ અને બિટ્ટુના સંબંધોમાં જે ચડાવ ઉતાર આવે છે, એની મજા છે. સ્ટોરી ખૂબ સુંદર લખાઈ છે. જાણીતા લેખક રામ મોરીએ આ ફિલ્મથી રાઈટર તરીકે ડેબ્યુ કર્યો છે. અને કહી શકાય કે તેઓ સફળ રહ્યા છે.