National Doctor’s Day : નેશનલ ડૉક્ટર્સ ડેના દિવસે એટલે કે આજે પ્રધાનમંત્રી મોદી દેશના મેડિકલ જગત સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરશે. આપને જણાવી દઇએ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(Medical Association) તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોવિડ-19 વિરુધ્ધ લડાઇમાં ભારતે પોતોના તમામ ડૉક્ટર્સના પ્રયાસ પર ગર્વ છે. એક જુલાઇએ નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. આવતીકાલે ત્રણ વાગે ઇન્ડિય મેડિકલ એસોસિએશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટર્સ કમ્યુનિટીને સંબોધિત કરીશ.દર વર્ષે એક જુલાઇએ દેશમાં નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે દેશના મહાન ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી વિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. આ દિવસ તેમની યાદમાં મનાવવામાં આવે છે. ડૉક્ટર્સ કમ્યુનિટિએ કોવિડ-19 મહામારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને આ સમયે પણ ડૉક્ટર પોતાના જીવની પરવાહ કર્યા વગર દેશ સેવામાં છે.
National Doctor’s Day :પ્રધાનમંત્રી મોદી મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરશે,કોરોનાકાળમાં કરેલી સેવાને બિરદાવશે
Date: