
પંચમહાલના બસ સ્ટેશનમાં મંગળવારે (30મી ડિસેમ્બર) અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસના ટાયર નીચે આવી જવાથી એક 70 વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે બસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ, ગોધરા વિભાગની વડોદરા-સંતરામપુર ડેપોની એસ.ટી. બસ શહેરા બસ સ્ટેશન ખાતે આવી હતી. બસમાંથી મુસાફરો ઉતરી ગયા બાદ જ્યારે ડ્રાઈવરે બસ આગળ ચલાવી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના એસ.ટી. વિભાગના જણાવ્યાનુસાર, બસ ઉપડી રહી હતી ત્યારે આશરે 70 વર્ષના વૃદ્ધા અચાનક બસની આગળ દોડીને આવી ગયા હતા, જેના કારણે ચાલક બસ થોભે તે પૂર્વે જ તેઓ ટાયર નીચે આવી ગયા હતા. બસનું ટાયર વૃદ્ધા પર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.


