
ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદ્ભુત અને આશ્ચર્યજનક ભેટ આપી છે. જૈવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. હા, નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેના જીવનની એક નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે આજે (10 જાન્યુઆરી) રવિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના લગ્નના 3 ફોટા શેર કરીને પોતાના ચાહકોને આ વાતની જાણકારી આપી.નીરજે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘જીવનના નવા અધ્યાયની શરૂઆત પોતાના પરિવારની સાથે કરી. અમને આ ક્ષણ સુધી એકસાથે લાવવા બદલ દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા, હંમેશા માટે ખુશ.’
