કોરોનાના નવા વેરિએન્ટ Omicron ની દહેશત દુનિયાભરમાં છે. આ બધા વચ્ચે ભારતમાં Omicron ના ત્રણ નવા કેસ મળતા હડકંપ મચી ગયો છે.
નવી દિલ્હી: કોરોનાના નવા વેરિએન્ટ Omicron ની દહેશત દુનિયાભરમાં છે. આ બધા વચ્ચે ભારતમાં Omicron ના ત્રણ નવા કેસ મળતા હડકંપ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં 2 અને ગુજરાતમાં એક નવો કેસ નોંધાયો છે. આ સાથે ભારતમાં Omicron ના કેસની સંખ્યા 41 પર પહોંચી ગઈ છે. અત્રે જણાવવાનું કે સોમવારે મહારાષ્ટ્રના લાતૂર અને પુણેમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો. ગુજરાતના સૂરતમાં પણ એક ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યો. સમગ્ર ભારતમાં ઓમિક્રોનની સંખ્યાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3, કેરળમાં એક, આંધ્ર પ્રદેશમાં 1, દિલ્હીમાં 2 અને ચંડીગઢમાં એક કેસ છે. કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી પહેલું મોત બ્રિટનમાં થયું છે. બ્રિટનના પીએમ બોરિસ જ્હોન્સને પણ આ વાતની પુષ્ટિ કરી છે. બ્રિટનમાં Omicron ના 633 કેસ નોંધાયા છે. જેઓ સારવાર હેઠળ છે. બ્રિટનના સ્વાસ્થ્ય સચિવ સાજિદ ઝાવિદે કહ્યું કે Omicron બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લંડનમાં કોરોનાના નવા સંક્રમિત થયેલા લોકોમાં 40 ટકા ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે ઓમિક્રોનને લઈને ભારત પણ એકદમ સતર્ક છે. જેની ઝલક તમિલનાડુ સરકારના એક નિર્ણયમાં જોવા મળી. કોરોના સંક્રમણને કારણે તમિલનાડુ સરકારે નવા વર્ષે સમુદ્ર પર થતી બીચ પાર્ટી પર રોક લગાવી છે. 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરીના રોજ સમગ્ર તમિલનાડુમાં આ પ્રતિબંધ લાગુ રહેશે. મુખ્યમંત્રી સ્ટાલિને સોમવારે તમિલનાડુમાં કોવિડ મહામારીના હાલાતની સમીક્ષા કરી. કોવિડ સંક્રમણ રોકવાના ઉપાયો હેઠળ 31 ડિસેમ્બર 2021 અને એક જાન્યુઆરી 2022ના રોજ તમિલનાડુના તમામ દરિયા કિનારા પર લોકોના જવા પર સંપૂર્ણ રોક રહેશz