દરેક નાણાકિય કામ માટે પાનકાર્ડ (PAN Card) મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે. જો તમે ઇચ્છો છો કે, તમારું પાનકાર્ડ ચાલું રહે તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આ માટે 31 માર્ચ 2023ની છેલ્લી તારીખ ચે. જો આ તારીખ સુધી પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક ના કરાવ્યું તો તમને 10000 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
બિઝનેસ ડેસ્ક, Pan-Aadhaar Link Deadline: દરેક નાણાકિય કામ માટે પાનકાર્ડ (PAN Card) મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે. જો તમે ઇચ્છો છો કે, તમારું પાનકાર્ડ ચાલું રહે તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. આ માટે 31 માર્ચ 2023ની છેલ્લી તારીખ ચે. જો આ તારીખ સુધી પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક ના કરાવ્યું તો તમને 10000 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.https://imasdk.googleapis.com/js/core/bridge3.555.2_en.html#goog_1843373308https://imasdk.googleapis.com/js/core/bridge3.555.2_en.html#goog_1843373317https://imasdk.googleapis.com/js/core/bridge3.555.2_en.html#goog_1843373319https://imasdk.googleapis.com/js/core/bridge3.555.2_en.html#goog_1843373323https://imasdk.googleapis.com/js/core/bridge3.555.2_en.html#goog_1843373325
પાનકાર્ડ બંધ થતાં આ નુકસાન થશે.
ઇનકમ ટેક્સ વિભાગ સોશિયલ મીડિયા અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ દ્વારા સતત પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરાવવા માટે અપી કરી રહ્યું છે. હવે આ કામ માટે આવતા મહિનાની 31 તારીખ છેલ્લી છે. આ દરમિયાન તમે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો છેલ્લી તારીખની રાહ જોશો નહીં. કેમ કે જો પાન ઇનઓપરેટિવ થઈ ગયું તો તેની સાથે જોડાયેલાં કામ તમે કરી શકશો નહીં.
બંધ PANનો ઉપયોગ મોંઘો પડશે.
જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક ના કરાવ્યું અને બંધ થઈ ગયું તો તમારું પાનકાર્ડ ડીએક્ટિવ થઈ ગયા પછી ડોક્યુમેન્ટ તરીકે તેનો ઉપયોગ કરશો તો પછી તમારે 10000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ દંડ ઇનકમટેક્સ એક્ટની કલમ 272B અંતર્ગત લાગી શકે છે. પાનકાર્ડ રદ થયા પછી તમે મ્યુચલ ફંડ, સ્ટોક અને બેન્ક એકાઉન્ટ ખોલાવવા જેવા કામ કરી શકશો નહીં.
અત્યારે પણ સમય છે.
ઇનકમ ટેક્સ વિભાગ 31 માર્ચ 2023 સુધી તમે 1000 રૂપિયાનો દંડ આપીને પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરાવી શકો છો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે, CBDTએ ગત 30 જૂન પછી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરાવવા માટે 500 રૂપિયાની જગ્યાએ 1000 રૂપિયાનો લેટ ફાઇન નક્કી કર્યો છે. ઇનકમ ટેક્સ એક્ટ 1961 મુજબ, પાનને આધાર સાથે લિંક કરાવવું જરૂરી છે.
આવું ના થવાથઈ ઇનકમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરી શકે છે. આ ઉપરાંત નવા પાનકાર્ડ પર બેન પણ લગાવી શકે છે. જોકે, અસમ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયમાં રહેતાંલલોકોએ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરાવવું જરૂરી નથી. આ ઉપરાંત જેની ઉંમર 80 વર્ષથી વધુ હોય તેમણે પણ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરાવવાની જરૂર નથી.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિન્ક કરાવવું ખૂબ જ સરળ છે.
ઇનકમ ટેક્સની ઓફિશિયલ વેબસાઇટ www.incometax.gov.in પર લોગઇન કરો. ક્વિક લિંક્સ સેક્શનમાં જઈ લિંક આધાર પર ક્લિક કરો. હવે તમારી સ્ક્રીન પર એક વિન્ડો ઓપન થશે. અહીં તમારો પાન નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર ફીલ કરી દો. ‘I validate my Aadhaar details’ને પસંદ કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મળશે. તે ભરી દો અને પછી ‘Validate’ પર ક્લિક કરો. દંડ ભર્યા પછી તમારું પાન આધાર સાથે લિન્ક થઈ જશે.
આ રીતે દંડ ભરો.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા દંડ ભરવો પડશે.આ માટે તમારે આ પોર્ટલ https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp Protean પર જવું. અહીં પાન-આધાર લિન્કિંગ રિક્વેસ્ટ માટે CHALLAN NO/ITNS 280 પર ક્લિક કર્યા પછી Tax Applicableને પસંદ કરો. ફી પેમેન્ટ માઇનર હેડ અને મેજર હેડ અંતર્ગત સિંગલ ચલણમાં કરે છે. આ પછી નેટબેન્કિંગ અથવા ડેબિટ કાર્ડથઈ પેમેન્ટની રીત પસંદ કરો અને હવે પાન નંબર નાંખો. એસેસમેન્ટ યર પસંદ કરી એડ્રેસ ભરી દો. છેલ્લે કેપ્ચા ભરો અને Proceed પર ક્લિક કરો.