Saturday, October 17, 2026
HomeBusinessAir India: 500 નવા પ્લેન ખરીદવાના કરાર પર મહોર, જાણો એરલાઇનના કાફલામાં...

Air India: 500 નવા પ્લેન ખરીદવાના કરાર પર મહોર, જાણો એરલાઇનના કાફલામાં ક્યા એરક્રાફ્ટનો સમાવેશ થશે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એર ઈન્ડિયાએ 500 નવા પ્લેન ખરીદવાનો સોદો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડીલ 100 બિલિયન ડોલરની હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે નાગરિક ઉડ્ડયન ઇતિહાસમાં આ સૌથી મોટી ડીલ છે. ડીલ હેઠળ એર ઈન્ડિયા આ વિમાનો ફ્રેન્ચ કંપની એરબસ અને યુએસ કંપની બોઈંગ પાસેથી ખરીદશે. કંપની આવતા સપ્તાહ સુધીમાં આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

અહેવાલો મુજબ, એર ઈન્ડિયા એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે, જેમાંથી 210 સિંગલ એઈલ A320neos અને 40 વાઈડ બોડી A350 હશે. બોઈંગ પાસેથી ખરીદવામાં આવનાર 220 એરક્રાફ્ટમાંથી 190 737 મેક્સ નેરોબોડી જેટ અને 20 787 વાઈડબોડી જેટ અને 10 777xs એરક્રાફ્ટ હશે. જો કે, આ ઓર્ડરમાં ફેરફાર પણ થઈ શકે છે. અત્યાર સુધી એરબસ કે એર ઈન્ડિયા દ્વારા આ ડીલની પુષ્ટિ થઈ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયાએ પોતાના સ્ટાફને પત્ર લખીને નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવા માટે ઐતિહાસિક ડીલ વિશે જાણકારી આપી હતી. ટાટા જૂથમાં પાછા આવ્યા પછી એર ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સમાં તેના વર્ચસ્વને પુનર્જીવિત કરવા માટે પોતાનું આધુનિકીકરણ કરી રહી હોવાનું માનવામાં આવે છે. આ સાથે એર ઈન્ડિયા આ ડીલ દ્વારા પોતાને ઈંધણ કાર્યક્ષમ બનાવવાનો પણ પ્રયાસ કરી રહી છે જેથી ઈંધણની કિંમતમાં ઘટાડો કરી શકાય. તમને જણાવી દઈએ કે, એર ઈન્ડિયાના કાફલામાં મોટાભાગના એરક્રાફ્ટ જૂના છે. એર ઈન્ડિયા તેના નવા એરક્રાફ્ટ સાથે અમીરાત અને કતાર એરવેઝ જેવી મોટી એરલાઈન્સને પણ પડકારવાની તૈયારી કરી રહી છે.

કોરોના મહામારી બાદ એરલાઈન્સ હવે પોતાને અપગ્રેડ કરવામાં વ્યસ્ત છે. કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ હવે હવાઈ મુસાફરોની સંખ્યા પણ સતત વધી રહી છે. ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને ખરીદ્યાને એક વર્ષ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ટાટા ગ્રુપની દેખરેખ હેઠળ કંપની મોટા ફેરફારમાંથી પસાર થઈ રહી છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here