Sunday, March 8, 2026
HomeGujaratpaper leak : દર્શન વ્યાસે ઉમેદવારો પાસેથી ઉઘરાવેલા 23 લાખ રૂપિયા મળ્યા

paper leak : દર્શન વ્યાસે ઉમેદવારો પાસેથી ઉઘરાવેલા 23 લાખ રૂપિયા મળ્યા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સાબરકાંઠા :હેડ ક્લર્કનું પેપર લીક કરનારા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરાઈ છે. હજી સુધી 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સાંબરકાંઠા પોલીસને દર્શન વ્યાસના ઘરમાંથી તપાસ દરમિયાન 23 લાખ રોકડા મળી આવ્યા હતા. આ 23 લાખ રૂપિયા તેણે અલગ અલગ ઉમેદવારો પાસેથી મેળવ્યા હતા. ઘરમાં એક થેલામાંથી આ 23 લાખ રૂપિયા મળી આવ્યા હતા. દર્શન વ્યાસને પોલીસ તેના ઘરે સરકારી પંચો સાથે પહોંચીને મેળવ્યા હતા. સાબરકાંઠા એસપીએ સમગ્ર મામલે વધુ માહિતી આપતા કહ્યું કે, આજે કોર્ટમાં તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડ મંગાશે. પોલીસે દર્શન વ્યાસના ઘરમાંથી 23 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ રૂપિયા જુદા-જુદા ઉમેદવારો પાસેથી રૂપિયા લેવાયા હતા. જોકે, પેપર લીક થયાની માહિતી સામે આવ્યા બાદ આગામી બે દિવસમાં રાજ્ય સરકાર પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી શકે તેવી શક્યતા છે. આગામી બે દિવસમાં રાજ્ય સરકાર હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરશે. આ ઉપરાંત મુખ્ય આરોપી સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ થશે. ગુજસીટોક હેઠળ 5 વર્ષથી માંડીને આજીવન કેદની જોગવાઈ છે અને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. આ એક્ટ હેઠળ મુખ્ય આરોપીને ઓછામાં ઓછો 5 લાખ રૂપિયાનો દંડ થશે. પેપર લીક કેસમાં મુખ્ય આરોપી તરીકે પોલીસે જયેશ પટેલની ધરપકડ કરી છે. જયેશ પટેલ પ્રાંતિજના ઉંછા ગામનો છે, જેની પાસે સૌથી પહેલાં પેપર આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, 88 હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી અને 12 તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર 10 તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here