રાજકોટમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું

0
16
સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થી અને ધોરાજીની સ્કુલના શિક્ષક કોરોના સંક્રમિત થતાં કોરોનાની વકરતી ઇફેક્ટ ચિંતાજનક સાબિત થઈ રહી છે.
સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થી અને ધોરાજીની સ્કુલના શિક્ષક કોરોના સંક્રમિત થતાં કોરોનાની વકરતી ઇફેક્ટ ચિંતાજનક સાબિત થઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક સાબિત થશે?

રાજકોટ: શહેરમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધતા શાળાના સંચાલકો પણ હરકતમાં આવ્યા છે. કોરોનાના કેસ વધતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. રાજકોટ સહિતના જિલ્લાઓમાં કોવિડ કેર કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં શાળાના સંચાલક, આચાર્ય, દરેક વર્ગના ટીચર, સ્પોર્ટ્સ હેડ, મોનિટર અને વાલીઓ હશે. આ લોકો શાળામાં નિરીક્ષણ કરવા માટે જશે. શાળાઓમાં કોરોનાના કેસ વધતા વાલીઓમાં ફફડાટ છે અને શાળાઓ બંધ કરવાની માંગણી વાલીઓ કરી રહ્યા છે. રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોનાની વકરતી ઇફેક્ટ ચિંતાજનક છે. ધોરાજીમા સ્કૂલનાં શિક્ષકનો કોરોના રિપોર્ટ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. ધોરાજીમા મુસ્લિમ મીડલ સ્કુલના એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. ધોરાજીમા M. M. S. હાઈસ્કૂલ શિક્ષકને કોરોના પોઝિટિવ આવતા શિક્ષક જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ધોરાજી તાલુકા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હવે વિદ્યાર્થીઓને ઓફલાઈનને બદલે અઠવાડિયા સુધી ઓનલાઇન શિક્ષણ ભણાવવામાં આવશે.નોંધનીય છે કે, રાજકોટમાં વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. રાજકોટની વધુ એક સ્કુલ સરસ્વતી શિશુ મંદિરમાં કોરોનાની એન્ટ્રી થતા તંત્રમાં ચિંતાના વાદળો છવાયા છે. સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થી અને ધોરાજીની સ્કુલના શિક્ષક કોરોના સંક્રમિત થતાં કોરોનાની વકરતી ઇફેક્ટ ચિંતાજનક સાબિત થઈ રહી છે. પરંતુ બીજી બાજુ ધો.2 ની વિદ્યાર્થી એક અઠવાડિયાથી સ્કૂલે આવતો ન હોવાનું DEOએ નિવેદન આપ્યું.આ ઉપરાંત રાજકોટના ત્રાંબા ગામની આર.કે. યુનિવર્સિટીમાં ટાન્ઝાનિયાથી અભ્યાસર્થે આવેલો એક 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ યુવક 12 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો, જ્યાંથી તે બસ મારફતે રાજકોટ પહોંચ્યો હતો. તંત્ર હજુ સુધી આ બસની ઓળખ કરી શક્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના ઝડપી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, રાજ્યમાં તેની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે. ઓમિક્રોન બાળકોને જલ્દીથી શિકાર બનાવી રહ્યો છે, બીજી બાજુ રાજ્યમાં સ્કૂલો-કોલેજો શરૂ થઈ ગઈ છે, ત્યારે ઓમિક્રોનના ખતરા વચ્ચે શું ફરીથી સ્કૂલો અને કોલેજો બંધ કરાશે તેવા પ્રશ્ન પર રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.