બે દિવસ પહેલા એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીએ સ્વચ્છતાનો સંદેશ આપી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ પીએમના આ સંદેશને અમદાવાદની જનતા ઘોળીને પી ગઈ છે. ત્યાર બાદ ગઈકાલે મુખ્યમંત્રી રૂપાણીએ પણ વી.એસ હોસ્પિટલમાં સફાઈ કરી શ્રમદાન કર્યું હતું. પરંતુ આજે શહેરીજનોએ સાબરમતીમાં ગણેશ વિસર્જન કરીને નદીને પ્રદૂષિત કરતા સ્વચ્છતા અભિયાનને ડાઘ લગાવી દીધો છે. પાંચમાં દિવસે એએમસી દ્વારા કુંડની વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોએ નદીમાં જ વિસર્જન કર્યું હતું.સીએમએ વીએસના કમ્પાઉન્ડમાં જાતે જ કચરો સાફ કરી સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા
વી.એસ હોસ્પિટલમાં સફાઈ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડપ્રધાન નરેન્દ્રમોદીના સપનાને સાકાર કરવામાં ગુજરાત સંપૂર્ણ સાથ સહકાર આપશે. વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કાર્યના પણ રૂપાણીએ વખાણ કર્યા હતા. 2 ઓક્ટોબર 2014ના રોજ મહાત્મા ગાંધીજીના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને 15 સપ્ટેમ્બરના 2019ના તેમણે ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ શરૂ કર્યું છે