અ’વાદના શ્રીજી ટાવરમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, ફોમનો કરાયો ઉપયોગ

0
118
/MGUJ-AHM-HMU-LCL-fire-breaks-in-shreeji-tower-near-himalaya-mall-fire-bridged-reached-on-spot-gujarati-new
/MGUJ-AHM-HMU-LCL-fire-breaks-in-shreeji-tower-near-himalaya-mall-fire-bridged-reached-on-spot-gujarati-new

અમદાવાદના હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આગ લાગવાની ઘટના બની હતી. બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ છે. પાણીથી આગ કાબુમાં ન આવતા ફોમનો ઉપયોગ કરાયો હતો. પ્રાપ્ત માહિતીના આધારે ગેસના સિલિન઼્ડર ફાટવાથી ભીષણ આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. 12 ફાયર ફાઈટર ધટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આ દરમિયાન ગુરૂકુલથી હિમાલયા મૉલ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

હિમાલયા મૉલ સામે આવેલા શ્રીજી મૉલની આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ બુઝાવવામા ભારે મુશ્કેલી પડી હતા. 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પાણીથી આગ કાબુમાં ન આવતા ફોમનો ઉપયોગ પણ કરાયો હતો.

લોકોમાં દોડધામ મચી
હિમાલયા મોલ પાસે આગ લાગવાથી લોકોમાં દોડભાગ મચી હતી. મોલ હોવાથી શોપિંગ કરવા નિકળેલા લોકો આગ લાગવાને કારણે ડરીને ભાગી ગયા હતા. સાથે જ શ્રીજી ટાવર પાસે મેટ્રોનું કામ પણ ચાલુ છે. ટાવરમાં આવેલી દુકાનોમાંથી લોકો બહાર આવી ગયા હતા. આગની ઘટનામાં હજુ સુધી જાનહાનિ કોઈ સમાચાર નથી