યુએસ પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના પ્રથમ રાજ્ય પ્રવાસ પર જવા માટે રવાના થયા છે. તેમનો યુએસ પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે. અહીંથી વડાપ્રધાન ઈજિપ્તના પ્રવાસે જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસના કાર્યક્રમો
21 જૂન
PM મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. યોગ દિવસના આ કાર્યક્રમમાં 180 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ દિવસે અમેરિકાના ભવિષ્ય માટે કૌશલ્ય વિકાસ પર એક કાર્યક્રમ પણ યોજાશે.
22 જૂન
જો બિડેન અને જીલ બિડેન 21 તોપોની સલામી વચ્ચે વડાપ્રધાનનું સ્વાગત કરશે. ઐતિહાસિક મુલાકાત દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉન પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ જગ્યાએ સ્ટેટ ડિનર આયોજન થશે. જેને જો બિડેન અને તેની પત્ની હોસ્ટ કરશે.
23 જૂન
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન PM મોદી સાથે સ્ટેટ ડિપાર્ટમેન્ટના ફોગી બોટમ હેડક્વાર્ટરમાં લંચ લેશે. ભારતીય મૂળના લોકો રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં વડાપ્રધાન માટે ડિનરનું આયોજન કરશે. વડા પ્રધાન સીઈઓ, વ્યાવસાયિકો અને અન્ય હિતધારકો સાથે ક્યુરેટેડ વાર્તાલાપના કાર્યક્રમમાં સામેલ થશે.
જૂન 24-25
પીએમ મોદી 24 જૂને અમેરિકાથી રવાના થશે અને 24-25 જૂને ઇજિપ્તની સરકારી મુલાકાતે કૈરો પહોંચશે.