મધ્યપ્રદેશમાં વિદિશા જિલ્લામાં ગુરુવારે એક ઘટના બની હતી. જેમાં,એક બાળક રમતા રમતા કૂવામાં પડી ગયો. જ્યારે લોકો તેને બચાવવા પહોંચ્યા ત્યારે કુવાની પાળી ટુટી પડતા લોકો તેમાં પડી ગયા હતા. કૂવાની આજુબાજુ વિશાળ ભીડ હતી, જેના કારણે તેમાં આશરે 40 થી વધારે લોકો કુવામાં ગરકાવ થયા હતા.PM મોદીએ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં થયેલી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું હતું કે,”મધ્યપ્રદેશના વિદિશામાં થયેલી ઘટનામાં પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.”ઉપરાંત, આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વડાપ્રધાન મંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી(Prime Minister’s National Relief Fund) 2 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિદિશા ઘટનામાં એક બાળકીને બચાવવા જતા 40 જેટલા લોકો આ ઘટનાનો ભોગ બન્યા હતા.આ અગાઉ,રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત, ઈજાગ્રસ્ત થયેલા લોકોને મફતમાં સારવાર અપાવાની પણ જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, આ અકસ્માત થતાંની સાથે જ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે(Shivraj Singh Chauhan) ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.મહત્વપૂર્ણ છે કે,વિદિશા જિલ્લામાં (Vidisha District))યેલા અકસ્માત બાદ શરૂ થયેલ બચાવ કામગીરી પુરી થઈ ગઈ છે. અને આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે,જ્યારે 19થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
PM મોદીએ વિદિશા ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું,મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત
Date: