જમ્મુ કાશ્મીરઃ પુલવામા ખાતે અથડામણ દરમિયાન 2 આતંકવાદી ઠાર મરાયા

0
23
ગત સપ્તાહે થયેલી અથડામણમાં પણ 6 આતંકવાદીઓ ઠાર મરાયા હતા
ગત સપ્તાહે થયેલી અથડામણમાં પણ 6 આતંકવાદીઓ ઠાર મરાયા હતા

નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીરના પુલવામા ખાતે મોડી રાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. જોકે હાલ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે થયેલી અથડામણમાં પણ 6 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સુંદરબની ખાતે 2 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ 6 આતંકવાદીઓને સેનાએ ગોળીઓથી વીંધી નાખ્યા હતા. સેનાએ એલઓસી પાસે આવેલા રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને 2 પાકિસ્તાની આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા. આ અથડામણમાં નાયબ સૂબેદાર સહિત 2 જવાન પણ શહીદ થયા હતા જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. ગત 29 જૂનના રોજ સુંદરબની સેક્ટરના દાદલ ગામમાં સંદિગ્ધો જોવા મળ્યા હતા જેમને શોધવા માટે સમગ્ર ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ દાદલના જંગલોમાં આવેલી એક ગુફામાં સંતાયા હતા. જ્યારે સેનાનું દળ તેમના પાસે પહોંચ્યું ત્યારે તેમણે ગ્રેનેડ ફેંકીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ સેનાએ પણ વળતો હુમલો કર્યો હતો. અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પાસેથી 2 એકે 47 રાઈફલ સહિત મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો છે.