વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલની મુલાકાત લેશે. તેઓ આદિવાસી ગૌરવ દિવસ પર આયોજિત સંમેલનને સંબોધશે. આદિવાસીઓને લગતી રાજ્ય સરકારની યોજનાઓનું વડાપ્રધાન દ્વારા શુભારંભ કરવામાં આવશે. હાલમાં જ પૂર્ણ થયેલ વર્લ્ડ ક્લાસના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન (હબીબગંજ)નું ઉદ્ઘાટન પણ કરશે. PM ભોપાલ બપોરે 12:35 વાગે ભોપાલ પહોંચશે. ભોપાલમાં વડાપ્રધાન લગભગ ત્રણ કલાક અને 50 મિનીટ રોકાશે. મોદી સાંજે 4 વાગે 20 મિનીટે ભોપાલ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાન તરીકે મોદી પ્રથમ વખત આટલો લાંબો સમય ભોપાલમાં રોકાવાના છે.અમર શહીદ બિરસા મુંડાની જન્મ જયંતિ પર જંબૂરી મેદાનમાં આયોજિત મહાસમ્મેલનમાં રાજયભરના 37 જિલ્લાઓના લગભગ 2 લાખ આદિવાસીઓનું સામેલ થવાનો દાવો છે. મંચ પર વડાપ્રધાન ઉપરનાત રાજયપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સહિત 8 કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યના આદિવાસી નેતાઑ હાજર રહેશે.જંબોરી મેદાન ખાતે યોજાનાર સંમેલન સ્થળ પર સ્વસહાય જૂથોના ઉત્પાદનોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. વડાપ્રધાન પણ તેનું અવલોકન કરશે. વડાપ્રધાનનું ભાષણ લગભગ 20 થી 25 મિનિટનું હશે. આ પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ભાષણ થશેઅમૃત માટી કળશ વડાપ્રધાનને અર્પણ કરવામાં આવશે. જેમાં આઝાદી માટે બલિદાન આપનાર મહાપુરુષોની જન્મભૂમિ, બલિદાન ભૂમિ અને તેમના જીવન સાથે સંકળાયેલા 75 સ્થાનોની માટી હશે. 46 જનજાતિના 700 થી વધુ કલાકારો આદિવાસી સમુદાયની કલા, સંસ્કૃતિ અને વારસાની વૈવિધ્યસભર પ્રકૃતિને દર્શાવતા વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુતિ કરશે.અનુસાર વડાપ્રધાન ભાજપના દિગ્ગજ નેતા લક્ષ્મી નારાયણ ગુપ્તાને સન્માનિત કરશે. વડાપ્રધાનને આદિવાસી કલાકારો ભૂરી બાઈ અને ભજ્જુ સિંહ શ્યામ પણ પોતાના ચિત્રો પણ રજૂ કરશે. પીએમના આગમન પહેલા ફિલ્મ ગાયક કૈલાશ ખેર અને ચેન્નાઈના પરંપરાગત મંડલા પર શિવમણિનું પરફોર્મન્સ પણ હશે. મોદી બપોરે 2.30 વાગ્યે અહીંથી રાણી કમલાપતિ રેલવે સ્ટેશન જવા રવાના થશે.
વડાપ્રધાન દેશને પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન સોંપશે, આદિવાસી સમ્મેલનમાં પણ લેશે ભાગ
Date: