
ઘણા સમયથી રાહ જોવાતો ઝી રિશ્તેં એવોર્ડ્સ 2025 એ પ્રેમ, સંબંધની એક ભવ્ય ઉજવણી છે અને કલાકારો તથા દર્શકોની વચ્ચેના જોડાણની ઉજવણી છે. આ વર્ષે, હોળીની સાથે તેઓ રંગોની ભવ્યતાનો પણ ઉમેરો કરે છે અને ઇવેન્ટને વધુ ખાસ બન્યો છે, તેમાં અવિસ્મરણિય પફોર્મન્સીસ, હૃદયસ્પર્શી ક્ષણો અને કેટલાક સરપ્રાઈઝ પણ સમાવિષ્ટ છે, જે ઝી ટીવીના કલાકારો અને તેમના ચાહકોની વચ્ચેના જોડાણને વધુ મજબુત બનાવે છે. તો 15મી માર્ચ રાત્રે 7.30ના જોવાનું ભૂલશો નહીં ફક્ત ઝી ટીવી પર! ઝાકમઝોળ ભરી ઉજવણી તથા સિતારાથી ભરેલી ક્ષણોથી આ સાંજમાં એક જોરદાર ભાવુક સીન જોવા મળ્યો જ્યારે વસુધાનું પાત્ર કરતી પ્રિયા ઠાકુરને એક હૃદયસ્પર્શી સરપ્રાઈઝ મળ્યું. એક હૃદયસ્પર્શી વિડીયો ચાલુ કરવામાં આવ્યો, જેમાં ચંદિગઢમાં રહેતો તેનો પરિવાર પ્રિયાને ખૂબ જ યાદ કરતો હતો અને ખાસ કરીને તે જે પ્રેમથી ભોજન બનાવતી હતી તેને માણવા ઝંખતો હતો. આ સમયે હોસ્ટ હર્ષ લિંબાચિયા અને જય ભાનુશાળીએ મસ્તી કરતા પ્રિયા ઠાકુરને તેના માતા-પિતાને મોકલવા માટે ભોજન બનાવવા માટે કહ્યું. આ ચેલેન્જ સ્વિકારીને તેને આ જ રાત્રે પ્રેમથી સ્વાદિષ્ટ દાળ અને ભાત બનાવ્યા અને સ્ટેજ પર લાવી. જેવી તે મોકલવા માટે તૈયાર થઈ ત્યાં જ તેને જોયું કે, તેના માતા-પિતા સ્ટેજ પર આવી રહ્યા છે, તો આ હૃદયસ્પર્શી આંસુભર્યા મિલનથી બધા આશ્ચર્યમાં પડી ગયા. પ્રિયા ઠાકુર કહે છે, “આ મારા જીવનની સૌથી હૃદયસ્પર્શી અને અવિસ્મરણિય ક્ષણમાંની એક છે. મહિનાઓથી અલગ થયા બાદ, મારા માતા-પિતાને આટલા ભવ્ય સ્ટેજ પર જોઈને મને એટલી ખુશી થાય છે કે, હું વર્ણવી નથી શકતી. મને જરા પણ ન’તી ખબર કે, આજની રાત મારા માટે શું લાવશે અને આ સરપ્રાઈઝ મારા દિલને સ્પર્શી ગઈ. પરિવારનો પ્રેમ અને હૂંફ અદ્દભુત હોય છે અને હું ઝી રિશ્તેં એવોર્ડ્સની ખૂબ-ખૂબ આભારી છું કે, હું મારા માતા- પિતાને મળી શકે. આ ક્ષણ હંમેશા મને યાદ રહેશે.” પ્રિયાની આ લાગણીસભર સ્પીચ તમને અભિભૂત કરી દેશે, ત્યારે તમે પણ આ મસ્તી અને ખુશીથી ભરેલી રાતમાં સુંદર પફોર્મન્સ જોવા રાહ જૂઓ.તમારા ચહિતા કલાકારો અને શોમાંથી કોણ આ પ્રસિદ્ધ એવોર્ડ્સ જીત્યું એ જાણવા તથા કેટલાક આકર્ષક પફોર્મન્સને માણવા માટે જૂઓ ઝી રિશ્તેં એવોર્ડ્સ 2025, 15મી માર્ચ, સાંજે 7.30 વાગે
ફક્ત ઝી ટીવી પર!