વિપક્ષે હોબાળો કરતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

0
19
આજે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરશે, જે બાબતે સંસદસભ્યોને મોકલવામાં આવેલી સંસદીય નોટની ભાષા વિવાદ ઊભો થયો છે.
આજે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરશે, જે બાબતે સંસદસભ્યોને મોકલવામાં આવેલી સંસદીય નોટની ભાષા વિવાદ ઊભો થયો છે.

સંસદનું શિયાળુ સત્રની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય પાર્ટીઓને શાંતિ અને મર્યાદા જાળવી રાખવા માટે અપીલ કરી છે. PMએ કહ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય, પરંતુ શાંતિ પણ જળવાઈ રહે. આપણે ગૃહમાં કેટલા કલાક કામ કર્યું એના આધારે આપણી ઓળખ થવી જોઈએ, નહીં કે ગૃહમાં કોણે, કેટલું જોર લગાવીને સંસદની કાર્યવાહીને અટકાવી. આ તરફ કૃષિ કાયદાને પરત લેવાની માગ બાબતે કોંગ્રેસે સંસદ પરિસરમાં ધરણાં કર્યા હતા, જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ સહિત પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી. આજે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સંસદમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરશે, જેને લઈને સાંસદોને મોકલવામાં આવેલી સંસદીય નોટની ભાષાને લઈને વિવાદ ઊભો થયો છે.1. મોદીએ કહ્યું- “આપણે જોયું છે કે ગયા દિવસોમાં બંધારણ દિવસ પણ નવા સંકલ્પ સાથે, બંધારણની ભાવનાને સાકાર કરવાની દરેકની જવાબદારીને આદર સાથે આખા દેશે સંકલ્પ કર્યો છે. આ બધાને જોતાં આપણે ઈચ્છીએ છીએ, દેશને પણ ગમશે, દરેક નાગરિક ઈચ્છશે કે સંસદનું આ સત્ર અને આવનારું સત્ર સ્વાતંત્ર્ય પ્રેમીઓની ભાવના અને અમૃત મહોત્સવની ભાવનાને અનુરૂપ સંસદ પણ દેશના હિતમાં ચર્ચા કરે.”2. વડાપ્રધાને કહ્યું હતું, આશા રાખું છું કે ભવિષ્યમાં સંસદને કેવી રીતે ચલાવવી. કેટલું સારું યોગદાન આપ્યું એ બાબતે ભાર આપવામાં આવે. કોને કેટલું જોર લગાવીને સંસદની કાર્યવાહીને અટકાવી એ માપદંડ ન હોવો જોઈએ. એ જોવું જોઈએ કે સંસદમાં કેટલા કલાક કામ થયું. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા અને દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય અને શાંતિ પણ જાળવી રાખવામાં આવે.3. સરકાર વિરુદ્ધ નીતિઓ સામે જેટલો અવાજ ઉઠાવવો જોઈએ એ હોય, પરંતુ સંસદની ગરિમા, સ્પીકરની ગરિમા, ખુરશીની ગરિમા બાબતે આપણે તેવાં કાર્યો કરીએ, જે આગામી દિવસોમાં દેશની યુવા પેઢીને કામમાં આવે.4. તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા વેરિયન્ટના સમાચાર પણ આપણને સતર્ક અને સાવધાન કરે છે. હું સંસદના તમામ સાથીઓને સતર્ક રહેવાની પ્રાર્થના કરું છું. આ સત્રમાં દેશના હિતમાં ઝડપથી અને સાથે મળીને નિર્ણયો લેવા જોઈએ.સંસદનું શિયાળુ સત્ર થોડા કલાકો બાદ શરૂ થવા જઈ રહ્યું છે. આજે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરશે, જે બાબતે સંસદસભ્યોને મોકલવામાં આવેલી સંસદીય નોટની ભાષા વિવાદ ઊભો થયો છે. સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયાને સંબોધિત પણ કરી શકે છે.અહીં સંસદની કાર્યવાહી પહેલાં કોંગ્રેસે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં TMC ભાગ લેશે નહીં. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે TMCની એ જ સમયે એક અલગ બેઠક છે, જેને કારણે તેના સાંસદો વિપક્ષની બેઠકમાં હાજરી આપી રહ્યા નથી. અહીં વિપક્ષે ખેડૂતોના આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનાં પરિવારજનોની માફી માગવા સહિત અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનો ઘેરાવ કરવા માટે તૈયાર છે.બંધારણીય (ST and ST) ઓર્ડર (સુધારા) બિલ 2021: આ બિલને બે રાજ્ય- ઉત્તરપ્રદેશ અને ત્રિપુરામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની યાદીમાં ફેરફાર માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બિલ મારફત સરકાર ઉત્તરપ્રદેશ ઉપરાંત ત્રિપુરા સંબંધિત SC/STની યાદીમાં ફેરફાર કરશે.