હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ બંને વખાણી રહ્યાં છે. ફિલ્મના મુખ્ય પાત્ર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા મેલબોર્નમાં એક રહસ્યમય હવેલીમાં એક ભૂતનો સામનો કરી રહ્યાં હોય છે ત્યારે જે ઘટનાઓ ઘટે છે અને જે રીતે કોમેડી અને હોરરનો સંગમ જોવા મળી રહ્યો તેને લઇને એક વાત ચોક્કસ છે કે આ ફિલ્મ રોમાંચક અને હાસ્યપૂર્ણ બન્ને પ્રકારના દર્શકોને ગમશે. આ રહસ્યને વધુ રોમાંચકારી બનાવે છે બાબા ભૂતમારીનાનું અજીબ પાત્ર, જેમની ટ્રેલરમાં અણધારી એન્ટ્રીએ જિજ્ઞાસા અને હાસ્ય બંનેને એકસમાન રીતે વધારી દીધા છે.ટ્રેલર લોન્ચ દરમિયાન મેકર્સે એ વાતનો ખુલાસો કર્યો કે બાબા ભૂતમારીનાનું અજીબ અને કોમેડી પાત્ર પ્રખ્યાત અભિનેતા હેમિન ત્રિવેદી દ્વારા ભજવવામાં આવ્યું છે, જેઓની અભિનય ક્ષમતાને [ફિલ્મોના નામ ઉમેરવા] જેવી ફિલ્મોમાં દર્શકોએ વખાણી છે. તેમનો અભિનય ફિલ્મમાં હાસ્યને એક અનોખા સ્તર પર લઇ જાય છે, જે દર્શકોને પેટ પકડીને હસાવવાની સાથે સીટ સાથે જકડી રાખશે તે વાત ચોક્કસ છે.દિગ્દર્શક ફૈસલ હાશમીએ આ પાત્રના ક્રિએશન પાછળ રહેલી રસપ્રદ વાતને જણાવતા કહ્યું, “બાબા ભૂતમારીનાની કલ્પના એક અજીબ અને કોમેડી છતાં મહત્વપૂર્ણ પાત્ર તરીકે કરવામાં આવી છે, જે વાર્તા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ કોમેડીથી ભરપૂર ડોઝ આપતું રહે છે. હેમિન ત્રિવેદીએ આ પાત્રને આપણી કલ્પના કરતા પણ વધુ સારી રીતે નિભાવીને જીવંત બનાવ્યું છે.”પોતાના પાત્ર વિશે વાત કરતાં હેમિન ત્રિવેદીએ બાબા ભૂતમારીનાનું પાત્ર ભજવવું કેટલું પડકારજનક છતાં મહત્વપૂર્ણ હતુ તેમ જણાવતા કહ્યું કે, “મારી અત્યાર સુધીની કારકિર્દીમાં, સિનેમા અને થિયેટર બંનેમાં, આ પહેલી વાર બની રહ્યું છે કે જ્યાં મેં આવું અનોખું પાત્ર ભજવ્યું છે. પ્રોસ્થેટિક્સ, મેકઅપ અને વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવેલા સ્પેશ્યલ લેન્સે તેને એકદમ અલગ જ અનુભવ બનાવી દીધો. રસપ્રદ વાત એ છે કે શૂટિંગ દરમિયાન હું કશું જ જોઇ શકતો ન હતો. બીજી રીતે કહીએ તો આ આંખે પાટા બાંધીને પર્ફોમ કરવા જેવું હતું. ડિરેક્ટર ફૈસલ હાશમી તેમજ કો-એક્ટર્સ હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાએ સેટ પર મને સતત ગાઇડ કરતા રહ્યાં હતા – તેઓ મને સતત કહી રહ્યાં હતા કે, ‘ડાબી તરફ બે પગલાં લો, હવે જમણે જાઓ.’ સાચ્ચેજ તેમણે મને ખૂબ જ મદદ કરી હતી, અને અંતે મારૂં પાત્ર જે રીતે ઉભરીને આવ્યું તેને લઇને હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું.”બાબાના દેખાવને જીવંત રૂપ આપવામાં પ્રોસ્થેટિક્સ તેમાં પણ ખાસ કરીને આંખોની મહત્વની ભૂમિકા છે. અનેક પડકારો હોવા છતાં, હેમિનના પ્રતિભાશાળી પરફોર્મંસે ફેન્સમાં ચર્ચા જગાવી દીધી છે. લોન્ચ દરમિયાન તેમણે મજાકીયા અંદાજમાં કહ્યું, “તમે ટ્રેલરમાં જે જોયું તે ફક્ત આઇસબર્ગની ટોચ છે – પિક્ચર તો અભી બાકી હૈ, મેરે દોસ્ત!“પેટ પકડીને હસાવવા માટે હેમિન ત્રિવેદી દ્વારા ભજવવામાં આવેલ અજીબ દેખાતા બાબા ભૂતમારીનાનું પાત્ર મહત્વનું છે, જેમની હરકતો પહેલાથી જ દર્શકોને આકર્ષિત કરી ચૂકી છે. આ ફિલ્મમાં મોના થિબા કનોડિયા કેમિયો રોલમાં અને આકાશ ઝાલા મહત્વના સપોર્ટિંગ રોલમાં જોવા મળી રહ્યાં છે, જેથી આ ફિલ્મમાં કલાકારોની એક અદભૂત ટીમ જોવા મળવાની છે.ફાટી ને? 31 જાન્યુઆરી 2025ના રોજ મોટા પડદા પર રિલીઝ થયા બાદ દર્શકોને હાસ્યપૂર્ણ અને રોમાંચક રોલરકોસ્ટર પર લઈ જવા માટે તૈયાર છે. અમારી સાથે જોડાયેલા રહો!”ફાટી ને?” ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવશે.