Saturday, March 7, 2026
HomeGujaratProtean eGov ટેક્નોલોજીસે સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલ્ફેરના ગ્રુપ હેડ તરીકે રણભીર સિંહ...

Protean eGov ટેક્નોલોજીસે સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલ્ફેરના ગ્રુપ હેડ તરીકે રણભીર સિંહ ધારીવાલની નિયુક્તિ કરી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ) બનાવવામાં અને વસ્તીના સ્તરે ઇ-ગવર્નન્સ સોલ્યુશન્સ પૂરા પાડવામાં અગ્રણી Protean eGov ટેક્નોલોજીસ લિમિટેડે (અગાઉ એનએસડીએલ ઇ-ગવર્નન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરીકે ઓળખાતી) સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલ્ફેર (GH-SSW) ના ગ્રુપ હેડ તરીકે શ્રી રણભીર સિંહ ધારીવાલની નિયુક્તિ કરી છે.પોતાની નવી ભૂમિકામાં શ્રી ધારીવાલ સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલફેર વર્ટિકલ હેઠળ Protean ના સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી (સીઆરએ)નું નેતૃત્વ કરશે અને પીએફઆરડીએ નિયમનો હેઠળ સીઆરએ હેડ એન્ડ પ્રિન્સિપલ ઓફિસર તરીકે સેવાઓ આપશે. તેઓ વ્યૂહાત્મક વિકાસ આગળ ધપાવવા, એનપીએસ, એપીવાય અને યુપીએસ માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટ વધારવા, ઓપરેશનલ કાર્યદક્ષતા મજબૂત કરવા અને નિયમનકારી અનુપાલન સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે.આ નિયુક્તિ અંગે Protean eGov ટેક્નોલોજીસના એમડી અને સીઈઓ શ્રી સુરેશ સેઠીએ જણાવ્યું હતું કે અમે અમારી ટીમમાં રણવીરનું સ્વાગત કરતા રોમાંચિત છીએ. પેન્શન ફંડ મેનેજમેન્ટ અને ઓપરેસન્સમાં તેમના વ્યાપક અનુભવ સાથે રણબીર પેન્શન ધરાવતા સમાજની રચના કરવા અને તમામ ભારતીયો માટે સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે Protean ના મિશનને આગળ લઈ જવા માટે યોગ્ય સ્થિતિમાં છે. રણવીરની નિપુણતા પેન્શન કવરેજ વધારવા, યુઝરનો અનુભવ વધારવા અને લાખો લોકો માટે નાણાંકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ચાવીરૂપ રહેશે.આ અંગે શ્રી રણભીર સિંહ ધારીવાલે જણાવ્યું હતું કે નિવૃત્તિનું આયોજન નાણાંકીય સ્થિતિસ્થાપકતા માટે ખૂબ જરૂરી છે. મને Protean eGov માં જોડાતા સન્માનની લાગણી થાય છે. આ એવી સંસ્થા છે જે ભારતમાં પરિવર્તનકારી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ટરને સક્ષમ બનાવવાનો વારસો ધરાવે છે. હું સમગ્ર દેશમાં લાખો લોકો માટે સમાવેશક તથા વિસ્તારી શકાય તેવા પેન્શન સોલ્યુશન્સની હિમાયત કરવા માટે આતુર છું.શ્રી ધારીવાલ તાજેતરમાં મેક્સ લાઇફ પેન્શન ફંડના સીઈઓ તરીકે હતા અને પેન્શન ફંડ્સ, ઇન્શ્યોરન્સ અને બીપીઓ સર્વિસીઝમાં 25 કરતા વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. Protean હાલ એનપીએસ, એપીવાય અને યુપીએસ માટે સીઆરએ સેગમેન્ટમાં પ્રભુત્વશાળી 98 ટકા બજાર હિસ્સો ધરાવે છે.ભારતમાં પેન્શનનો વિસ્તાર જીડીપીના માત્ર 3 ટકા જેટલો જ છે જે પ્રભૈવ અને વિકાસ માટેની નોંધપાત્ર સંભાવના દર્શાવે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here