Sunday, October 25, 2026
HomeGujaratઆધુનિક ભારતીય ઘરો અને વિકસતી જીવનશૈલીની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરવા ઇન્ટેરિયોએ ફર્નિચરની ખરીદી...

આધુનિક ભારતીય ઘરો અને વિકસતી જીવનશૈલીની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરવા ઇન્ટેરિયોએ ફર્નિચરની ખરીદી માટેની બ્લુપ્રિન્ટને પુનઃ વ્યાખ્યાયિત કરી

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપ હેઠળ ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ્સમાંની એક, ઇન્ટેરિયો, ભાવનાત્મક ડિઝાઇન, પ્રાદેશિક પસંદગીઓ અને ટેકનોલોજીના એકીકરણ દ્વારા ગ્રાહકોના અનુભવને વધારીને આધુનિક ભારતીયો તેમના ઘરોને કેવી રીતે સજ્જ કરે છે તેમાં પરિવર્તન લાવી રહી છે. ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ 25,000થી વધુ ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો છે, જેના પરિણામે પરંપરાગત ખરીદી પદ્ધતિઓની તુલનામાં 6% વધુ કન્વર્ઝન રેટ પ્રાપ્ત થયો છે. ગ્રાહક વર્તણૂકના વિકાસ અને સ્માર્ટ, રહેવા માટેની વ્યક્તિગત જગ્યાઓની વધતી માગ સાથે, ઇન્ટેરિયો તમામ ટચપોઇન્ટ્સમાં સુસંગત, અર્થપૂર્ણ અનુભવો પૂરા પાડવા માટે તેની ઓમ્નિચેનલ વ્યૂહરચનાને મજબૂત બનાવી રહી છે.ગ્રાહકની પસંદગીઓને ડીકોડ કરવા માટે તેના પ્રકારના પ્રથમ અભિગમમાં, ઈન્ટેરિયોએ XLRIની બ્રેઈન લેબ સાથે ભાગીદારી કરી છે, જેથી ગ્રાહકની અર્ધજાગ્રત પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરી શકાય. વ્યક્તિઓ વિવિધ ફર્નિચર ડિઝાઇન જુએ ત્યારે આંખની ગતિ અને હૃદયના ધબકારા જેવા બાયોમેટ્રિક પ્રતિભાવોને ટ્રેક કરીને, બ્રાન્ડ પ્રથમ ઈમ્પ્રેશનની પસંદગીઓની ઉંડાણપૂર્વકની માહિતી મેળવે છે. આ તારણો પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડિઝાઇન અંગેના નિર્ણયોને માર્ગદર્શન આપે છે, જે ભારતીય ગ્રાહકોની વિકસતી સૌંદર્યલક્ષી અને કાર્યાત્મક અપેક્ષાઓ સાથે ભાવનાત્મક રીતે જોડાય છે.ઈન્ટેરિયોના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને કન્ઝ્યુમર બિઝનેસના વડા ડૉ. દેવ નારાયણ સરકારે જણાવ્યું હતું કે, “આજના ભારતીય ગ્રાહક તેમના ફર્નિચરમાં ભાવનાત્મક મૂલ્ય અને પર્સનલાઈઝેશનની સાથે કાર્યક્ષમતાની અપેક્ષા રાખે છે. પછી ભલે તે ચાર્જિંગ પોર્ટ સાથેનો સોફા હોય, મોટા થતાં બાળકો માટે મોડ્યુલર સ્ટડી હોય, કે પછી પ્રાદેશિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલા પલંગ હોય, અમે વિચારશીલ સોલ્યુશન્સ પૂરા પાડીએ છીએ, જે અમારા યુઝર્સ સાથે જોડાય છે. ડિજિટલ ટૂલ્સ, સંશોધન-આધારિત આંતરદૃષ્ટિ અને અમારા ડીલર નેટવર્ક સાથે, અમે એક એકીકૃત અનુભવનું સર્જન કરી રહ્યા છીએ, જે પેઢીઓ અને ભૌગોલિક વિસ્તારો સુધી કાર્ય કરે છે.”ઇન્ટેરિયોએ 1,015થી વધુ એક્સક્લુસિવ શોરૂમ અને 4,000+ રિટેલ ટચપોઇન્ટ્સ સાથે મજબૂત ઓફલાઇન હાજરી જાળવી રાખીને પોતાની ઇ-કોમર્સ પહોંચ 17,000+ પિન કોડ સુધી વધારી છે. ભારતના સંગઠિત ફર્નિચર રિટેલ સેગમેન્ટમાં કંપનીનો બજાર હિસ્સો 15% છે. બ્રાન્ડે છેલ્લા એક વર્ષમાં વેચાણમાં 23% વૃદ્ધિ જોઈ છે. ઇન્ટરિયો 360° વર્ચ્યુઅલ વોકથ્રુ, 3D રૂમ પ્લાનર્સ અને વ્યક્તિગત ઘરો અને પસંદગીઓ અનુસાર AI-આધારિત પ્રોડક્ટ ભલામણો દ્વારા ફિજીટલ અનુભવ પૂરા પાડી રહ્યું છે.ગ્રાહકોને તેમની આદર્શ જગ્યાઓની કલ્પના કરવામાં મદદ કરવા માટે, ઇન્ટરિયોએ રૂમ પ્લાનર અને 3D કન્ફિગ્યુરેટર જેવા ટૂલ્સ રજૂ કર્યા છે. આ ટૂલ્સ ગ્રાહકોને રીઅલ-ટાઇમ રૂમ ડિઝાઇન સિમ્યુલેશન માટે સ્ટોરની ટીમ્સ સાથે સહયોગ કરવાની મંજૂરી આપે છે, જે લાઇટિંગ, રંગોના સંકલન અને જગ્યાની દિશા જેવી સામાન્ય બાબતોને સંબોધિત કરે છે.પર્સનલાઈઝેશન અને કસ્ટમાઇઝેશન માટે ગ્રાહકોની વધતી માગને ઓળખીને, બ્રાન્ડે તાજેતરમાં UPMODS શ્રેણી શરૂ કરી છે – જે એક મોડ્યુલર, પ્લેટફોર્મ-આધારિત ફર્નિચર સિસ્ટમ છે, જે 2,450+ રચનાઓ ઓફર કરે છે. યુઝર્સ તેમની જરૂરિયાતો અનુસાર ફર્નિચરને અપગ્રેડ અથવા મોડિફાય કરી શકે છે. આ પ્રીમિયમ છતાં સુલભ ફર્નિચર સોલ્યુશનનો હેતુ તેના પ્રથમ વર્ષમાં ₹50 કરોડની આવક ઉભી કરવાનો છે.બેકએન્ડ પર, ઇન્ટેરિયો, રોબોટિક પ્રોસેસ ઓટોમેશન (RPA) અને કનેક્ટેડ ટેક પ્લેટફોર્મ્સમાં રોકાણ કરી રહ્યું છે, જે કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને ઝડપી સંચારને સક્ષમ બનાવે છે, ખાસ કરીને રિમોટ ઓપરેશન્સ દરમિયાન. આગળ વધતા, ઈન્ટેરિયો તેના તમામ ડીલર ભાગીદારોને તેના D2C પોર્ટલ પર લાવવાની યોજના ધરાવે છે, જેનાથી ગ્રાહકો નજીકના રિટેલ હબથી ઝડપી ડિલિવરી માટે સીધા ઓર્ડર આપી શકશે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here