Thursday, April 24, 2025
HomeGujaratપ્યોરે PuREPower પ્રોડક્ટ્સ લોન્ચ કરી, એનર્જી સ્ટોરેજ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

પ્યોરે PuREPower પ્રોડક્ટ્સ લોન્ચ કરી, એનર્જી સ્ટોરેજ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ઇલેક્ટ્રિક મોબિલિટી અને ક્લીન એનર્જી ઇનોવેશનમાં અગ્રણી પ્યોરે ભારતના ઊર્જા સંક્રમણને વેગ આપવા માટે તૈયાર એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સની અભૂતપૂર્વ લાઇન PuREPower ના લોન્ચની આજે જાહેરાત કરી હતી.PuREPower એ PuREPower Home, PuREPower Commercial અને આગામી PuREPower Grid થકી ઊર્જા જરૂરિયાતોને સંતોષે છે જે વિશ્વસનીય, સ્કેલેબલ અને ટકાઉ એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સ માટેની મહત્વની જરૂરિયાતને સંબોધવા માટે તૈયાર કરાઇ છે કારણ કે ભારત હવે તેના ડિકાર્બોનાઇઝેશન અને રિન્યૂએબલ એનર્જી લક્ષ્યાંકો તરફ આગળ વધી રહ્યો છે.પ્યોર તેના મજબૂત ડિલર-ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક દ્વારા આધુનિક એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સની પહોંચને સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આગામી 18 મહિનામાં કંપની સમગ્ર ભારતમાં 300થી વધુ ટચપોઇન્ટ્સ ઊભા કરવાની યોજના ધરાવે છે જે પાર્ટનર્સને વ્યાપક ટેક્નિકલ અને કોમર્શિયલ સપોર્ટ પૂરો પાડશે. PuREPower Home રૂ. 74,999 (એક્સ-ફેક્ટરી)ની કિંમતથી શરૂ થાય છે.લોન્ચ અંગે પ્યોરના સ્થાપક અને એમડી ડો. નિશાંત ડોંગરીએ ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં એનર્જી સ્ટોરેજની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.“PuREPower એ એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ કરતાં સવિશેષ છે. તે ભારતના ડિકાર્બોનાઇઝેશન લક્ષ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા છે. અત્યાધુનિક બેટરી ટેકનોલોજી અને પાવર-ઇલેક્ટ્રોનિક્સ સાથે ઘર, વ્યવસાયો અને ગ્રીડને સશક્ત બનાવીને પ્યોર દેશને તેની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે સક્ષમ બનાવી રહી છે.”તેમની વાતમાં ઉમેરતા પ્યોરના સહસ્થાપક અને સીઈઓ શ્રી રોહિત વાડેરાએ જણાવ્યું હતું કે “PuREPower નવીનીકરણીય ઊર્જા અપનાવવા અને એનર્જી સ્ટોરેજ ઇન્ટિગ્રેશનને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝન સાથે સુસંગત છે. ઘરમાલિકોને સૌર ઊર્જાનો કાર્યક્ષમ રીતે સંગ્રહ કરવા સક્ષમ બનાવવાથી લઈને વ્યવસાયોને ટકાઉ કામગીરીમાં સંક્રમણ કરવામાં મદદ કરવા સુધી, PuREPower એક સ્માર્ટ અને હરિયાળા ઊર્જા ક્ષેત્રને આકાર આપી રહી છે.”આ વિસ્તરણ PuREPower પ્રોડક્ટ્સને મોટાપાયે અપનાવવા અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવશે.PuREPower સાથે પ્યોર બેટરી ટેક, પાવર-ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમ, સોલાર કંટ્રોલ અને એઆઈને એક જ પ્રોડક્ટમાં જોડીને એનર્જી સ્ટોરેજ ઇનોવેશનમાં એક નવો માપદંડ સ્થાપિત કરી રહી છે, જે ડિઝાઇન અને મેક ઇન ઈન્ડિયા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.2030 સુધીમાં દેશની નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટથી વધુ થવાની તૈયારીમાં હોવાથી PuREPower જેવી ઇએસએસ પ્રોડક્ટ્સ ઊર્જા પુરવઠા અને માંગને સંતુલિત કરવા, ગ્રીડને સ્થિર કરવા અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે મહત્વની છે.PuREPower Home એ એક અત્યાધુનિક એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ છે જે આધુનિક ઘરોની વધતી જતી ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી છે, જે એસી, ગીઝર, હેવી-ડ્યુટી કિચન એપ્લાયન્સીસ, લિફ્ટ વગેરે જેવા હાઇ-સર્જ લોડને પાવર આપીને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરે છે. તેને રૂફટોપ સોલાર સાથે સરળ એકીકરણ માટે ડિઝાઇન કરવામાં આવી છે.3KVA, 5KVA અને 15KVA ક્ષમતામાં ઉપલબ્ધ, PuREPower Home 24/7 અવિરત વીજળી સુનિશ્ચિત કરે છે અને આધુનિક સમયની સુંદરતા અને કોમ્પેક્ટ ડિઝાઇન સાથે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે.મેઇન્ટેનન્સ-ફ્રી અને એપ એનેબલ્ડ મોનિટરિંગ અને પ્રીડિક્ટિવ/ક્લાઉડ એઆઈ દ્વારા 10થી વધુ વર્ષની ઉચ્ચ લાઇફ સાયકલ સાથે તે ભારતીય ઘરોને વિશ્વસનીય એનર્જી પ્રોડક્ટ પૂરી પાડે છે જે વીજળીના ખર્ચ ઘટાડે છે અને હરિયાળા ભવિષ્યમાં ફાળો આપે છે.ટકાઉપણું અપનાવીને કાર્યક્ષમતા વધારવાનો ધ્યેય રાખતા વ્યવસાયો માટે PuREPower Commercial 25 KVA થી 100 KVA સુધીની ક્ષમતાવાળી એનર્જી સ્ટોરેજ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે. નવીનીકરણીય ઊર્જાના ઉપયોગને ઓપ્ટિમાઇઝ કરીને અને ડીઝલ જનરેટર પર નિર્ભરતા ઘટાડીને, આ પ્રોડક્ટ ઓફિસો, હેલ્થકેર સુવિધાઓ, ટેલિકોમ ટાવર્સ અને રિટેલ કોમ્પ્લેક્સીસ સહિત વિવિધ કામગીરીઓ માટે ઉપયોગી બને છે.અદ્યતન ઇલેક્ટ્રોનિક્સથી સજ્જ PuREPower Commercial પીક લોડ બેલેન્સિંગને સક્ષમ કરે છે, સેન્ટ્રલાઇઝ્ડ એસી, એલિવેટર્સ અને ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી મહત્વપૂર્ણ સિસ્ટમોને સપોર્ટ કરે છે, અને વ્યવસાયિક જરૂરિયાતો સાથે વૃદ્ધિ માટે મોડ્યુલર સ્કેલેબિલિટી પ્રદાન કરે છે.કેલેન્ડર વર્ષ 2026માં લોન્ચ થવા જઇ રહેલી PuREPower Grid એ ભારતના મોટા પાયે ઊર્જા પડકારોને સંબોધવા તરફ પ્યોરનું મહત્વાકાંક્ષી પગલું છે. ભારતનું ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌર અને પવન ઊર્જાના ઝડપી વિસ્તરણને અનુરૂપ બની રહ્યું છે ત્યારે PuREPower Grid ગ્રીડને સ્થિર કરવામાં, પીક લોડનું સંચાલન કરવામાં અને નવીનીકરણીય ઊર્જા એકીકરણ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.4 MWh સુધીની ક્ષમતા સાથે કોમ્પેક્ટ કન્ટેનર આધારિત પ્રોડક્ટ્સમાં ઓફર કરાયેલી PuREPower Grid રાજ્યના એકમો, ઔદ્યોગિક ગ્રાહકો, માઇક્રો-ગ્રીડ અને સોલર/વિન્ડ પાર્કમાં ઉપયોગી બને તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવી છે. ફ્રીક્વન્સી નિયમનને સક્ષમ કરીને, ટ્રાન્સમિશન નુકસાન ઘટાડીને અને ગ્રીડ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરીને, PuREPower Grid ભારતના ડિકાર્બોનાઇઝેશન લક્ષ્યો સાથે જોડાય છે અને ટકાઉ ભવિષ્ય માટે તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here