ભારત-ફ્રાન્સ વચ્ચે વર્ષ 2016-17માં થયેલી રાફેલ ફાઈટર વિમાનની ડીલમાં એક વખત ફરીથી ભ્રષ્ટાચારના આરોપ સામે આવ્યા છે. ફ્રાન્સના એક પબ્લિકેશને દાવો કર્યો છે કે, રાફેલ બનાવનાર ફ્રાંસીસી કંપની દસોલ્ટે ભારતમાં એક વચેટીયાને એક મિલિયન યૂરો ગિફ્ટના રૂપમાં આપવા પડ્યા હતા. ફ્રાંસીસી મીડિયાના આ ખુલાસા પછી એખ વખત ફરીથી બંને દોશમાં રાફેલ ડીલ પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છેફ્રાન્સના પબ્લિકેશન મીડિયાપાર્ટે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2016માં જ્યારે ભારત-ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઈટર વિમાનને લઈને કરાર થયા, તે પછી દસોલ્ટે ભારતમાં એક વચેટીયાઓને આ રાશિ આપી હતી. વર્ષ 2017માં દસોલ્ટ ગ્રુપે એકાઉન્ટથી 508925 યૂરો ગિફ્ટ ટૂ ક્લાઈન્ટ્સના રૂપમાં ટ્રાન્સફર કર્યા હતા આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ફ્રાન્સની એન્ટી કરપ્શન એજન્સી AFAએ દસોલ્ટના ખાતોનું ઓડિટ કર્યું. મીડિયાપાર્ટના રિપોર્ટ અનુાર, ખુલાસો થવા પર દસોલ્ટે સફાઈમાં કહ્યું હતુ કે, આ પૈસાનો ઉપયોગ રાફેલ ફાઈટર વિમાનના 50 મોટા મોડલ બનાવવામાં થયો પરંતુ આવા કોઈ મોડલ બન્યા જ નથી.ફ્રાંસીસી રિપોર્ટનો દાવો છે કે, ઓડિટમાં તે વાત સામે આવ્યા પછી પણ એજન્સીએ કોઈ એક્શન લીધી નથી, જે ફ્રાન્સના રાજનેતાઓ અને જસ્ટિસ સિસ્ટમની મિલીભગતને દર્શાવે છે. અસલમાં ફ્રાન્સમાં 2018માં એક એજન્સી Parquet National Financier (PNF)એ આ ડીલમાં કૌભાંડની વાત કહી હતી, ત્યારે ઓડિટ કરાવવામાં આવી અને આ વાત સામે આવી હતીએજન્સીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, દસોલ્ટ ગ્રુપ દ્વારા ગિફ્ટ કરવામાં આવેલી રાશિનો બચાવ કરવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતીય કંપની Defsys Solutionsના ઈનવોઈસથી તે દર્શાવવામાં આવ્યું કે, જે 50 મોડલ તૈયાર થયા, તેની અડધી રાશિ તેમને આપી હતી. એક મોડલની કિંમત લગભગ 20 હજાર યૂરોથી વધારે હતી. જોકે, આવા કોઈ મોડલ બનાવવવામાં જ આવ્યા નથી જોકે, બધા આરોપોનો દસોલ્ટ ગ્રુપ પાસે કોઈ જ જવાબ નથી અને તેને ઓડિટ એજન્સીના જવાબ આપ્યા નથી. સાથે જ દસોલ્ટે તે બતાવી શકી નથી કે, અંતે તે ગિફ્ટની રાશિ કોને અને કેમ આપી હતી. જે ભારતીય કંપનીનું નામ આ રિપોર્ટમાં લેવામાં આવ્યો છે, તેનો પહેલા પણ વિવાદો સાથે સંબંધ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીનો માલિક પહેલા અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં જેલ જઈ ચૂક્યો છે.
રાફેલ ડીલમાં દસોલ્ટે ભારતીય વચેટીયાઓને ગિફ્ટ કર્યા હતા 1 મિલિયન યૂરો- ફ્રેન્ચ રિપોર્ટમાં દાવો
Date: