સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું હોવાનો ચીનનો દાવો

0
19
.સિનિયર કર્નલ વુ ક્વિયાને ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન અને ભારતનાં લશ્કરનાં દળોએ પેન્ગોન્ગ ત્સો સરોવરના દક્ષિણ અને ઉત્તર કાંઠેથી પોતાનાં દળો પાછાં ખેંચવાનું ૧૦ ફેબ્રુઆરીએ એકસાથે શરૂ કર્યું હતું.
.સિનિયર કર્નલ વુ ક્વિયાને ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન અને ભારતનાં લશ્કરનાં દળોએ પેન્ગોન્ગ ત્સો સરોવરના દક્ષિણ અને ઉત્તર કાંઠેથી પોતાનાં દળો પાછાં ખેંચવાનું ૧૦ ફેબ્રુઆરીએ એકસાથે શરૂ કર્યું હતું.

બીજિંગ: ચીનના સંરક્ષણ મંત્રાલયે અહીં જણાવ્યું હતું કે ભારત અને ચીનના લશ્કરે પૂર્વ લદાખમાંના પેન્ગોન્ગ સરોવરના દક્ષિણ અને ઉત્તર કાંઠેથી પોતાનાં દળો પાછાં ખેંચવાનું બુધવારે એકસાથે શરૂ કર્યું હતું.ચીનના રાષ્ટ્રીય સુરક્ષા માટેના મંત્રાલયના પ્રવક્તા સિનિયર કર્નલ વુ ક્વિયાને કરેલા આ નિવેદન અને ચીનના સત્તાવાર પ્રસાર માધ્યમના અહેવાલના સંબંધમાં ભારતે હજી સુધી કોઇ જાહેરાત નથી કરી.સિનિયર કર્નલ વુ ક્વિયાને ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન અને ભારતનાં લશ્કરનાં દળોએ પેન્ગોન્ગ ત્સો સરોવરના દક્ષિણ અને ઉત્તર કાંઠેથી પોતાનાં દળો પાછાં ખેંચવાનું ૧૦ ફેબ્રુઆરીએ એકસાથે શરૂ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બન્ને દેશના લશ્કરના કૉર્પ્સ કમાંડર સ્તરની મંત્રણાના નવમા તબક્કામાં નક્કી થયા મુજબ પીછેહઠ બુધવારે શરૂ કરાઇ હતી.પૂર્વ લદાખમાં ભારત અને ચીનના લશ્કર વચ્ચે ગયા વર્ષના મે મહિનાથી ઘર્ષણ શરૂ થયું હતું. અગાઉ, બન્ને દેશના લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ આ મડાગાંઠ ઉકેલવા માટે અનેક વખત મંત્રણા યોજી હતી.ભારત અને ચીનના લશ્કરના કૉર્પ્સ કમાંડર સ્તરના અધિકારીઓની મંત્રણાનો નવમો તબક્કો ૨૪ જાન્યુઆરીએ ચીનની બાજુએ મોલ્ડો-ચુશુલ સરહદના મિટિંગ પૉઇન્ટ ખાતે યોજાયો હતો.