રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલી GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટતાઅફરાતફરીનો માહોલ છવાયો હતો. શિવ ફાયર એન્જિનિયરિંગમાં ફાયર સેફટીની દુકાનમાં ફાયરનો બોટલ અચાનક ફાટ્યો હતો. જેમાં દુકાનના એક કર્મચારીનું કરૂણ મૃત્યું થયુ છે. જ્યારે અન્ય બે મહિલા ઘયાલ થયા છે. ઇજાગ્રસ્ત મહિલાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ ફાયરની ગાડીઓ આવી ગઇ છે. નોંધનીય છે કે, આ દુકાનમાં કામ કરતા મહેશભાઇનું આ દૂર્ઘટનામાં મોત થયું છે. દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે, અહીં ફાયરના બોટલો રિપેરિંગમાં આવતા હતા. તેમની અહીં 24 વર્ષથી દુકાન આવેલી છે.મળતી માહિતી પ્રમાણે, મૃતક મહેશભાઈ સિદ્ધપુરા ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા. CO2નો બાટલો હેરફેર કરતી વખતે આ બ્લાસ્ટ થયો છે. જે બોટલમાં બ્લાસ્ટ થયો તે દુકાનમાં રિફિલિંગ કરવા માટે આવ્યો હતો. CO2ના બાટલા રિફિલ કરવા શાપર વેરાવળ મોકલવામાં આવે છે.આ દુર્ઘટના ઘટી તે વખતે દુકાનમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા. સર્કલ ફ્રેક્ચર થતા મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું. જ્યારે બે યુવતીના જીવ બચી ગયા છે પરંતુ તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં ફાયરનો બાટલા રિફીલિંગ કરવામાં આવતા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે.