વિજય સુવાળાએ ભાજપનો ખેસ પહેર્યો, કહ્યું- ‘હું તન, મન અને ધનથી લોકની સેવા કરીશ’

0
19
તન, મન અને ધનથી લોકની સેવા કરીશ. આ ઉપરાંત તેમણે જણાવ્ચું કે, સી.આર પાટીલ મને પુત્ર જેવો માને છે
તન, મન અને ધનથી લોકની સેવા કરીશ. આ ઉપરાંત તેમણે જણાવ્ચું કે, સી.આર પાટીલ મને પુત્ર જેવો માને છે

અમદાવાદ : ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા એ ભાજપનો ખેસ પહેરી લીધો છે. તેમણે આમ આદમી પાર્ટીસાથે છેડો ફાડ્યો હતો. હવે વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જે બાદ વિજય સુવાળાએ કહ્યું કે, ભાજપથી સારું કોઇ સંગઠન નથી. હું તન, મન અને ધનથી લોકની સેવા કરીશ. આ ઉપરાંત તેમણે જણાવ્ચું કે, સી.આર પાટીલ મને પુત્ર જેવો માને છે.

વિજય સુવાળા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ કહ્યું કે, ‘હું મારા ઘરે પરત ફર્યો છું. મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપ સાથે જોડાયેલો છે. રાતનો ભૂલ્યો દિવસે ઘરે પાછો આવ્યો છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે, હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ.’