Wednesday, May 14, 2025
HomeReligionરામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ જ નહીં સેવન...

રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે , તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ : મોરારિબાપુ

Date:

spot_img

Related stories

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...
spot_img

નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં નેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિત માનસમાં નવ પ્રકારના યોગીઓ છે.જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ ન લેવું જોઈએ. કથાબીજ પંક્તિઓ:
હમરે જાન સદા સિવ જોગી;
અજ અનવદ્ય અકામ અભોગી
આનન રહિત સકલ રસ ભોગી;
બિનુ બાની બક્તા બડ જોગી
નડીઆદનાં ખાતેથી આજથી શરુ થયેલી નવ દિવસીય રામકથાનાં આરંભે યોગીરાજ સંતરામ મહારાજ અવધૂત પરંપરાના સંતો જેને સંત સપૂત અને સાક્ષર એવું નામ આપવામાં આવ્યું.અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના કોશાધ્યક્ષ ગોવિંદ ગીરીજી મહારાજ સોનપત હરિયાણાથી આચાર્ય ઓષોના શૈલેન્દ્ર સરસ્વતી તેમજ મહાદેવ બાપુ,ચૈતન્ય દાસજી મહારાજ નિમિત માત્ર મનોરથી દેવાંગભાઈ પટેલનો પરિવાર વિજય રૂપાણી અને આણદાબાવા આશ્રમના મહંત શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થયું. આરંભે નાનકડા પ્રકલ્પમાં વર્તમાન મહંત રામદાસજી મહારાજે અવધી ભાષામાં ૧૦૦૨૦ કડીમાં સંતરામ યોગીરાજ ગ્રંથની રચના કરી અને યોગીરાજ માનસ બ્રહ્માર્પણ કરવામાં આવ્યો, પહેલા દિવસની કથાનો આરંભ કરતા મોરારિબાપુએ જણાવ્યું કે છેલ્લે મેં કથામાં માનસ યોગીરાજ વિશે વાત કરવાનું કહેલું અને આજે હિન્દી ભાષામાં એ જ પ્રકારનો ગ્રંથ રામદાસ બાપુએ લખ્યો.જેની અખંડ જ્યોતને ૨૦૦ વર્ષ પૂર્ણ થવામાં જઈ રહ્યા છે એવા સંતરામ મહારાજની પાવન પવિત્ર અને પરોપકારી પરંપરાને વંદન કરતા બાપુએ કહ્યું કે ગીતાજીની અંદર પાંચ પ્રકારના યજ્ઞની વાત કરી છે:દ્રવ્ય, તપ,યોગ,સ્વાધ્યાય અને હરિ ભજન અહીં દ્રવ્ય આકાશી છે.યોગ પણ છે.તપ પણ છે અને એ રીતે સ્વાધ્યાય અને સંકીર્તન પણ થઈ રહ્યું છે. રામચરિત માનસમાં ૩૩ વખત જોગી શબ્દ છે. યોગી શબ્દ માનસમાં નથી પરંતુ જોગી છે.અને સાત વખત કુજોગી શબ્દ છે એમ કુલ મળી અને ૪૦ વખત આ શબ્દ આવ્યો છે.માનસના આધારે યોગીરાજની વાત કરશું.ભાગવતમાં પણ યોગેશ્વરની વાત કરી છે. રામચરિત માનસમાં નવ પ્રકારના યોગીઓ છે. સૌપ્રથમ યોગી મહાદેવ શંકર છે. કૃષ્ણ યોગેશ્વર છે અને શિવ યોગીશ્વર છે એ જ રીતે રામને યોગીરાજ કહ્યા છે. અહીં લીધેલી બીજ પંક્તિઓ બાલકાંડ માંથી લીધેલી છે. ગાંધીબાપુ કહેતા કે આ દેશમાં જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ ન લેવું જોઈએ.રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે.તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ.મહામંત્રના જેટલા લક્ષણો છે એ માનસમાં જોવા મળે છે. એ પછી કથાનું માહત્મ્ય બતાવતા સાત સોપાન સાત મંત્ર અને પંચદેવોની વંદના કરી ગુરુ વંદના પછી હનુમંત વંદના બાદ રામકથાને વિરામ આપવામાં આવ્યો.
કથા વિશેષ:
સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન”માનસ યોગીરાજ”શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે.
નડિયાદ ખાતેની વ્યાસપીઠની આ છઠ્ઠી કથા છે.
(૧)”રામકથા”(૧૪૧)-૨૨/૧/૧૯૭૭
(૨)”રામકથા” (૨૯૭)-૬/૨/૧૯૮૪
(૩)”માનસ સંતરામ”(૬૪૮)-૨૮/૧/૨૦૦૬
(૪)”માનસ ગુરુપદ”(૭૧૪)-૫/૨/૨૦૧૧
(૫) “માનસ સેવાધર્મ” (૮૪૩)-૨/૨/૨૦૧૯
નડીઆદ શહેરમાં સ્થિત એવું સંતરામ મંદિર ગુજરાતનું એક અનોખું મંદિર છે.યોગીરાજ અવધૂત પૂજ્ય સંતરામ મહારાજશ્રીનું અહીં સમાધિ સ્થાન છે.ઉલ્લેખનીય વાત એ છે કે અહીં કોઈ દેવી-દેવતાની મૂર્તિઓ સ્થાપિત કરેલી નથી!અહીં એક અખંડ જ્યોતિ ઝળહળે છે.અવધૂત સંતરામ મહારાજશ્રીએ જીવંત સમાધિ લીધેલી એ વખતે પ્રગટેલી અખંડ જ્યોતના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્ય બને છે. શ્રી સંતરામ મહારાજ ગિરનારથી નડિયાદ આવ્યા હતા.ભક્તો તેમને “ગિરનારી બાવા” કે “વિદેહી બાવા”નાં નામથી ઓળખતા.તેમનું એક નામ “સુખ-સાગરજી મહારાજ” પણ પ્રસિદ્ધ થયું હતું. સંવત ૧૮૭૨માં તેઓ અહીં આવ્યા.૧૫ વર્ષ સુધી લોકોના આધ્યાત્મિક ઉત્થાન અને જનસેવા માટે તેઓ જીવ્યા અને સંવત ૧૮૮૭નાં માઘ માસની પૂર્ણિમાના દિવસે જીવંત-સમાધિ લીધી. નડિયાદ મંદિરના વર્તમાન મહંત શ્રી રામદાસજી મંદિરની ગાદી પરંપરાના નવમા મહંત છે.તેઓ સંવત ૨૦૬૦થી આ પદ પર બિરાજમાન છે. યોગીરાજ અવધૂત સંત શ્રી સંતરામજી મહારાજનું જીવન સૂત્ર હતું:”માનવ સેવા એ જ પ્રભુ સેવા”. ભાવિકોના પરસ્પર અભિવાદન માટેનો અહીંનો મંત્ર છે:”જય મહારાજ” આજે પણ મંદિર દ્વારા અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ અવિરત ચાલી રહી છે. ગુજરાતના મહાન ભાગવત્ કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજે નડીઆદના સંતરામ મંદિરમાં ૮ નવેમ્બર ૧૯૯૦ને ગુરૂવારે સવારે ૯ કલાકને ૩૭ મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. એ રીતે નડિયાદનાં સંતરામ મંદિર સાથે ડોંગરેજી બાપાના સંસ્મરણો પણ સંકળાયેલા છે.

તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો :...

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા...

ભારતમાં ડિજિટલ મનોરંજનમાં પરિવર્તન લાવવા માટે ઓટીટીપ્લે પ્રીમિયમ અને...

ભારતના અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર, ઓટીટી પ્લે પ્રીમિયમે જીટીપીએલ...

સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની આન, બાન, શાનથી ઉજવણી થશે...

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા...

પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે નવા ફિક્સ્ડ રેટ નોન-હોમ લોન પ્રોડક્ટ...

ભારતની ત્રીજી સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની પીએનબી હાઉસિંગ...

વર્તમાન બજાર સ્થિતિમાં ફ્લેક્સિ કેપ ફંડ્સ રોકાણકારો માટે સ્માર્ટ...

ભારતીય શેરબજાર અત્યારે સાવચેતી સાથે આશાવાદી તબક્કામાં છે. ભારત...

ફેડએક્સ ભુજ નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટું વિચારવા અને...

ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશન ("ફેડએક્સ"), વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here