
રતુલ પુરીની કંપની હિન્દુસ્તાન પાવરે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL) પાસેથી 425 MWp સોલર પાવર પ્રોજેક્ટ પ્રાપ્ત કર્યો છે. આ પ્રોજેક્ટ UPPCLની 2,000 MWac ગ્રીડ-કનેક્ટેડ સોલર પીવી પાવર પ્રાપ્તિ યોજનાનો એક ભાગ છે. હિન્દુસ્તાન પાવર માટે આ વ્યૂહાત્મક જીત કંપનીના વર્ષ 2028 સુધીમાં 5 GW રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો પ્રાપ્ત કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે સુસંગત છે.પારદર્શક અને સ્પર્ધાત્મક ઈ-રિવર્સ ઓક્શન બાદ UPPCL દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA) જારી કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ STU – UP સબસ્ટેશન ઉપર ડિલિવરી પોઈન્ટ સાથે UPPCLને વીજળી સપ્લાય કરશે.પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) મુજબ UPPCL આ સોલર પ્રોજેક્ટમાંથી 25 વર્ષના સમયગાળા માટે નિશ્ચિત ટેરિફ પર વીજળી ખરીદશે. આ પ્રોજેક્ટ પીપીએ ઉપર હસ્તાક્ષર થયાની તારીખથી 24 મહિનાની અંદર કાર્યરત થવાની અપેક્ષા છે.આ અંગે પ્રતિક્રિયા આપતાં હિન્દુસ્તાન પાવરના ચેરમેન રતુલ પુરીએ જણાવ્યું હતું કે “આ જીત વર્ષ 2028 સુધીમાં અમારા 5 GW રિન્યૂએબલ એનર્જીના લક્ષ્યાંકને હાંસલ કરવાની સાથે-સાથે ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યોને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અમને ઉત્તર પ્રદેશમાં ટકાઉ ઉર્જા ઉકેલોની વધતી માગમાં યોગદાન આપવાનો ગર્વ છે અને અમે વિશ્વ-સ્તરીય સોલર પ્રોજેક્ટના નિર્માણ માટે આતુર છીએ.”હિન્દુસ્તાન પાવર ભારતના રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. આ નવો 425 MWp સોલર પ્રોજેક્ટ દેશના હરિયાળા ભવિષ્ય તરફના પરિવર્તનમાં યોગદાન આપે છે તેમજ ઝડપથી વિકસતા સોલર એનર્જી માર્કેટમાં કંપનીની હાજરીને વધુ મજબૂત બનાવે છે.