લદ્દાખ: ઇન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફીટની ઉંચાઇ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે આ સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ચારેય બાજુ ફક્ત બરફ છે અને આ પરિસ્થિતિમાં જવાનોનાં હાથમાં તિરંગો છે. તેઓ માર્ચ પાસ્ટ કરી રહ્યાં છે.ITBPનાં જવાનોએ ઉત્તરાખંતડનાં કુમાઉ ક્ષેત્રમાં 12,000 ફિટની ઉંચાઇ પર ધ્વજ ફરકાવ્યો તે સમયે ત્યાંનું તાપમાન માઇનસ 25 ડિગ્રીની આસપાસ હતું. તેમણે અહીં ગણતંત્ર દિવસની ઉજવણી જોમભેર કરી છે.ઉત્તરાખંડમાં 14,000 ફિટ પર હાજર ITBPનાં જવાનોએ માઇનસ 30 ડિગ્રીમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે. અને અહીં ભારત માતા કી જયનાં નારા પણ લગાવવામાં આવ્યાં છે.ઉત્તરાખંડનાં ઓલીમાં માઇનસ 20 ડિગ્રી તાપમાન વચ્ચે 11,000 ફિટની ઉંચાઇ પર ITBPનાં જવાનોએ રાષ્ટ્ર ધ્વજ લગાવી તેની આસપાસ સ્કેટિંગ કર્યું.