બજેટ 2022 LIVE: થોડી વારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં રજૂ કરશે પેપરલેસ બજેટ

0
9
બજેટ પહેલાં શેરબજારમાં 650 પૉઇન્ટનો ઉછાળો
બજેટ પહેલાં શેરબજારમાં 650 પૉઇન્ટનો ઉછાળો

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં કેબિનેટ દ્વારા પણ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પેપરલેસ બજેટ રજૂ કરશે.નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરીને સંસદ ભવન પહોંચ્યાં છે. અહીં થોડીવારમાં કેબિનેટ મીટિંગ થશે. એમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. કેબિનેટ મીટિંગ માટે મંત્રીઓ સંસદ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ મીટિંગ પહોંચી ગયા હતા.મહામારી દરમિયાન લોકોનાં જીવન બદલાયાં છે અને જરૂરિયાતો પણ. આ સંજોગોમાં બજેટ પાસે એક અલગ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આજે બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.સૌથી વધારે અપેક્ષા ઈન્કમટેક્સમાં રાહત મળે અને ટેક્સ સ્લેબ વધારવામાં આવે એની સાથે છે. મહામારી દરમિયાન ખેડૂતો અને નાના વેપારીઓ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. ટૂરિઝમ સેક્ટરને પણ સ્પેશિયલ પેકેજની આશા છે.રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે બજેટમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બધાને કંઈક ને કંઈક મળે. તેમણે કહ્યું હતું કે બજેટ તૈયાર કરતી વખતે સમાજના દરેક લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. થોડી ધીરજ રાખો, બજેટથી બધા ખુશ થશે.

સરકાર ઇલેક્ટ્રિક વાહનોની સબસિડીમાં વધારો કરી શકે છે
હાલમાં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર FAME-2 યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મોટી સબસિડી આપે છે. આ બેટરીની ક્ષમતા અનુસાર રૂ. 15,000/kWhના દર પર આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેની તેની મહત્તમ મર્યાદા પણ હવે કિંમતના 20 થી 40 ટકાની છે. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં સરકાર આ સબસિડી ચાલુ રાખવાની સાથે-સાથે બજેટમાં આ રકમ થોડી વધુ વધારી શકાય છે, જેથી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી શક્ય તેટલી વધે. એ જ રીતે, સરકાર ઈલેક્ટ્રિક વાહનોના બિઝનેસને સરળ બનાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.