Saturday, March 7, 2026
HomeAhmedabadઆરઆર કાબેલે કાબેલ સ્ટાર સીઝન 4ના વિજેતાઓની જાહેરાત કરી રૂપિયા 4 કરોડના શિષ્યવૃત્તિ કાર્યક્રમના ચાર...

આરઆર કાબેલે કાબેલ સ્ટાર સીઝન 4ના વિજેતાઓની જાહેરાત કરી રૂપિયા 4 કરોડના શિષ્યવૃત્તિ કાર્યક્રમના ચાર વર્ષની ઉજવણી

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર તેમજ કેબલ ઉત્પાદક આરઆર કાબેલે અમદાવાદમાં તેના કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2025ના વિજેતાઓની ગર્વભેર જાહેરાત કરી છે. ઉદ્યોગમાં અગ્રણી પહેલ સમાન એવો આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ ઇલેક્ટ્રિશિયનના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમણે આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આરઆર કાબેલના શિક્ષિત અને સશક્ત ભારતના વિઝન સાથે સુસંગત, આ કાર્યક્રમે આ આશાસ્પદ વિદ્યાર્થીઓના ઉચ્ચ માધ્યમિક શિક્ષણને પ્રોત્સાહન અને ટેકો આપવા માટે દર વર્ષે રૂપિયા એક કરોડથી વધુની ફાળવણી કરી છે. દેશભરમાં, અત્યાર સુધીમાં 4000 જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા 10 હજારની વ્યક્તિગત શિષ્યવૃત્તિ મેળવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓએ ફક્ત તેમના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ માટે નાણાકીય સહાય જ નથી મેળવી, પરંતુ તેમની આકાંક્ષાઓને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ ભર્યું છે. આ વર્ષના વિજેતા ઉપરાંત, કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ સીઝન 2 ના ટોચના વિદ્યાર્થીઓને પણ તેમના આગળના શિક્ષણમાં વધારો કરવા અને મદદરૂપ થવા માટે લેપટોપ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ કાર્યક્રમની ચોથી સીઝનમાં અરજદારોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળ્યો છે. દેશભરના 1,000 જેટલા વિજેતામાંથી, 55 વિજેતા સાથે અમદાવાદ સૌથી અલગ તરી આવ્યું છે, આ વિજેતાઓને અમદાવાદની ફાઇવ પેટલ્સ હોટેલ અને બેન્ક્વેટ્સમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

2022માં શરૂ કરવામાં આવેલી કાબેલ સ્ટાર્સ શિષ્યવૃત્તિનો હેતુ ઉચ્ચ શિક્ષણની આકાંક્ષાઓમાં મદદરૂપ થઈને ઇલેક્ટ્રિશિયનના બાળકોને સશક્ત બનાવવાનો હતો, જેમને પ્રેમથી ‘કાબેલ દોસ્ત’ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતથીજ, આ પહેલની અસર ખરા અર્થમાં પરિવર્તનકારી રહી છે, જેમાં દેશભરના લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી, આ કાર્યક્રમનો કદ અને મહત્વ બંનેમાં વિકાસ થયો છે, જેનાથી વર્ષે હજારો વિદ્યાર્થીઓને ફાયદો થાય છે.

આ ચોથી આવૃત્તિ ઇલેક્ટ્રિશિયન સમુદાયના ઉત્થાન અને તેમના બાળકોના ભવિષ્યમાં રોકાણ કરવા માટે આરઆર કાબેલની લાંબા સમયની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. નવા શૈક્ષણિક માર્ગો ખોલીને અને નાણાકીય મર્યાદાઓ મહત્વાકાંક્ષાને આડે ન આવે તેની ખાતરી કરીને, આ શિષ્યવૃત્તિએ ભૂતકાળના સન્માનિતોની સફળતાની અસંખ્ય વાર્તાઓને પ્રેરણા આપી છે, જેમણે શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને આશાસ્પદ કારકિર્દીના માર્ગ પર આગળ વધ્યા છે.

પોતાના વિઝન અને નેતૃત્વનું પરિણામ એવા આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ અંગે આરઆર ગ્લોબલના ડિરેક્ટર શ્રીમતી કીર્તિ કાબરાએ જણાવ્યું હતું કે, “આરઆર કાબેલ ખાતે, અમારા કાબેલ દોસ્ત હંમેશા વ્યવસાયમાં ભાગીદાર કરતાં વધુ રહ્યા છે – તેઓ અમારી સફરનો પાયો છે. કાબેલ સ્ટાર શિષ્યવૃત્તિ સાથે, અમે ફક્ત નાણાકીય સહાય જ નથી આપી રહ્યા, પરંતુ એવી શક્યતાઓ માટેના દરવાજા ખોલી રહ્યા છીએ જે આગામી પેઢીઓના જીવન બદલી શકે છે. મોટા સપના જોતું દરેક બાળક તેને હાંસલ કરવાની તક માટે લાયક ઠરે છે, અને આ કાર્યક્રમ એ સુનિશ્ચિત કરવાનો અમારો માર્ગ છે કે કોઈ પણ સ્વપ્ન સંજોગો દ્વારા મર્યાદિત ન રહે. આ યુવા વિજેતાઓને તેમના ભવિષ્ય તરફ આત્મવિશ્વાસ સાથે ભરેલા પગલાં લેતા જોવા આ પહેલ માટેનો સાચો પુરસ્કાર છે.”

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here