એથનિક વેર, રોજબરોજના કેઝ્યુઅલ અને ફોર્મલ વેર ઓફર કરતી પ્રીમિયમ, મીડ-પ્રીમિયમ અને વેલ્યુ કસ્ટમર સેગમેન્ટમાં કામ કરતી અગ્રણી મલ્ટી-ફોર્મેટ એપરલ રિટેલર આરએસબી રિટેલ ઈન્ડિયા લિમિટેડે આઈપીઓ થકી ફંડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ડીઆરએચપી મુજબ હૈદરાબાદ સ્થિત કંપનીનો સૂચિત આઈપીઓ રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 2.98 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નું
મિશ્રણ છે. ઓએફએસના ભાગરૂપે વેચાણકર્તા શેરધારકોમાં પોટ્ટી વેંકટેશ્વરલુ, સીમા રાજામૌલી, તિરુવીધુલા પ્રસાદ રાવ, પોટ્ટી વેંકટ સાઈ અભિનય, શ્રીના સુરેશ, તિરુવીધુલા રાકેશ, તિરુવીધુલા કેશવ ગુપ્તા, માતૃ વેંકટ લક્ષ્મી સિંધુ, ગૌરીશેટ્ટી
લલિતા અને પોટ્ટી માલતી લક્ષ્મી કુમારીનો સમાવેશ થાય છે. આરએસબી રિટેલ ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ રૂ. 275 કરોડ કંપની દ્વારા મેળવવામાં આવેલી કેટલીક લોનની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે, રૂ. 118 કરોડ આર. એસ. બ્રધર્સ અને સાઉથ ઈન્ડિયા શોપિંગ મૉલ ફોર્મેટ્સ હેઠળ નવા સ્ટોર્સ ઊભા કરવા માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.


