કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ થોડા દિવસ પહેલા જ રાજ્યસભામાંથી સાંસદ તરીકે નિવૃત્ત થયા છે. આઝાદને વિદાય આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની આંખો છલકાઈ આવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, ગુલામ નબી આઝાદ જેવો બીજો નેતા કોંગ્રેસને નહીં મળે. આઝાદ સાથે વિતાવેલા સમયને યાદ કરતા પીએમ મોદી અનેકવાર ભાવુક થઈ ગયા હતાં.ત્યાર બાદ ગુલામ નબી આઝાદે જ્યારે રાજ્યસભામાં પોતાની વાત રજુ કરી ત્યારે તેમની પણ આંખોના ખૂણા ભીના થઈ ગયા હતાં. ત્યારથી જ અટકળો વહેતી થઈ હતી કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. આ અટકળોનો જવાબ ખુદ ગુલામ નબી આઝાદે આપ્યો છે.આઝાદે એક ખાસ વાતચીતમાં એક કિસ્સો કહી સંભળાવ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે, હું તમારા આરોપોને ખુબ જ ગંભીરતાથી લવ છુ. હું સરકાર તરફથી (અટલ બિહારી વાજપેયી)ની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાની સલાહ આપુ ચું જ એમાં તેઓ (સિંધિયા) અને અડવાણી સભ્યો હશે. મેં કહ્યું હતું કે, તેઓ પોતાનો રિપોર્ટ 15 દિવસમાં આપે અને જેવી પણ સજા નક્કી કરશે તેને હું માની લઈશ. મેં જેવુ વાજપેયીનું નામ લીધું તેવામાં તે આવ્યા અને પુછું કેમ? મેં તેમણે જણાવ્યું તો તેમણે ઉભા થઈને કહ્યું કે- હું સદનમાં ક્ષમા માંગુ છું અને ગુલામ નબી આઝાદની પણ માફી માંગુ છું. કદાચ રાજમાતા સિંધિયા તેમને નથી ઓળખતા પણ હું ઓળખુ છુંગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, જ્યારે કાશ્મીરમાં કાળી બરફવર્ષા થશે ત્યારે હું ભાજપ જોઈન કરી લઈશ. આમ થશે ત્યારે હું ભાજપ જ નહીં કોઈ બીજી પાર્ટી પણ જોઈન કરી લઈશ. જે લોકો મારા વિશે આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યાં છે તે મને ઓળખતા નથી.